ગાંધીનગરમાં નશાની હાલતમાં કાર ચાલકે લોડીંગ રીક્ષાને અડફેટે લીધી, 5 લોકો ઈજાગ્રસ્ત

ગાંધીનગર શહેરના ગ માર્ગ ઉપર સેક્ટર ૧૬ના કટ પાસે ગઈકાલે મોડી સાંજે ટેમ્પોમાં સેક્ટર ૨૪નો પરિવાર સિવિલમાં દાખલ સગાને ટિફિન આપવા જઈ રહ્યો હતો તે દરમિયાન દારૃ પીધેલા કાર ચાલકે તેમની  લોડીંગ રીક્ષાને અડફેટે લીધી હતી. જેમાં પરિવારના પાંચ સભ્યોને ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

પાટનગર ગાંધીનગર શહેરમાં છેલ્લા થોડા સમયથી અકસ્માતોના બનાવો ગંભીર રીતે વધી રહ્યા છે અને તેમાં પણ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવની ઘટનાઓમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિમાં ગઈકાલે ગાંધીનગર શહેરના સેક્ટર ૨૪માં રહેતો પરિવાર ટેમ્પોમાં બેસીને પરિવારને ટિફિન આપવા જઈ રહ્યો હતો તે સમયે દારૃ પીધેલા કાર ચાલકે અકસ્માત સર્જી દીધો હતો.

જે ઘટના સંદર્ભે પોલીસે સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ઇન્દિરાનગર ખાતે રહેતા મફાજી ચેલાજી ભીલ તેમના પરિવારના બે ભત્રીજા વહુ રોશનીબેન શંકરભાઈ ગોહિલ અને રમીલાબેન મોહનભાઈ ગોહિલ તેમજ કુટુંબીબેન શાંતાબેન સોમાભાઈ અને ભાઈ સોમાજી વેલાજી ભીલ સાથે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ તેમના જમાઈને ટિફિન આપવા માટે જઈ રહ્યા હતા. આ પાંચે સભ્યો લોડીંગ રીક્ષામાં સવાર હતા તે દરમિયાન તેમની લોડિંગ રીક્ષા ગ માર્ગ ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે સેક્ટર ૧૬ના કટ પાસે પાછળથી પૂર ઝડપે આવી રહેલી કારના ચાલકે તેમની લોડીંંગ રીક્ષાને જોરદાર ટક્કર મારી હતી અને જેના પગલે  લોડિંગ રીક્ષા પલટી જતા પરિવારના સભ્યો રોડ ઉપર પટકાયા હતા અને ઈજાઓ પહોંચી હતી.

આ અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તપાસ કરતા કાર ચાલક નશાની હાલતમાં હતો, તો ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવીને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ આ સંદર્ભે પોલીસે ગુનો દાખલ કરીને પીધેલા શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો. http://પિંક આઉટફિટમાં જ્યોર્જિયાએ બતાવ્યું હોટ ફિગર, તસવીરો વાયરલ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version