ડ્રગ કનેક્શન: દીપિકા, સારા, શ્રદ્ધા, નમ્રતા અને રકુલને NCBનું તેડું, ત્રણ દિવસની અંદર હાજર થવા ફરમાન

સુશાંત સિંહ રાજપૂત કેસમાં હવે ડ્રગ્સ એંગલ સૌથી મોટો મુદ્દો બની ગયો છે. NCBના રડાર પર માત્ર બોલિવૂડ સ્ટાર્સ જ નહીં પરંતુ ટીવી સ્ટાર્સ પણ છે. NCB આજે એટલે કે 23 સપ્ટેમ્બરના રોજ અનેક બોલિવૂડ સેલેબ્સ તથા ટીવી સેલેબ્સને સમન્સ પાઠવવાની છે, જેમાં સારા અલી ખાન તથા દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત સિંહ, નમ્રતા શિરોડકરને સમન પાઠવવામાં આવ્યું છે. આગામી ત્રણ દિવસમાં આ તમામ એક્ટ્રેસની પૂછપરછ કરવામાં આવશે. માનવામાં આવે છે કે દીપિકા પાદુકોણની 25 સપ્ટેમ્બરના રોજ NCB પૂછપરછ કરશે. દીપિકા પાદુકોણ હાલમાં ગોવામાં શકુન બત્રાની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે તો સારા અલી ખાન પણ હાલમાં ગોવામાં જ છે. અહીંયા તેની માતા અમૃતા સિંહનું ઘર છે અને તે માતા સાથે અહીંયા સમય પસાર કરી રહી છે.

માનવામાં આવે છે કે દીપિકાએ ગોવાથી વીડિયો કોન્ફરન્સિંગની મદદથી 12 વકીલો સાથે મિટિંગ કરી છે. આ મિટિંગમાં રણવીર સિંહ પણ હાજર છે. દીપિકાનું નામ ડ્રગ્સ કેસમાં આવતા ફિલ્મનું શૂટિંગ પણ કેન્સલ કરી દેવામાં આવ્યું છે.

આ કડીમાં હવે ટીવી એક્ટર અબીગેલ તથા સનમ જોહરના ઘરે NCBએ દરોડા પાડ્યા હતા અને બંનેને NCBની ઓફિસ બોલાવવામાં આવ્યા હતા. આ બંને રિયાલિટી શો ‘નચ બલિયે’માં જોવા મળ્યા હતા.
NCBએ કરિશ્મા પ્રકાશ વિરુદ્ધ સમન પાઠવ્યું
NCBએ દીપિકા પાદુકોણની ટેલેન્ટ મેનેજર કરિશ્મા પ્રકાશને સમન પાઠવ્યું હતું. જોકે, તેની તબિયત ખરાબ હોવાથી તેણે 25 સપ્ટેમ્બર પછી આવવાની વાત કરી હતી. કરિશ્મા તથા જયા સાહા એક જ ટેલેન્ટ કંપનીમાં કામ કરે છે.

સુશાંત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ બોલિવૂડની મુશ્કેલીઓ વધી ગઈ છે. હાલમાં જ શ્રદ્ધા કપૂર, દીપિકા પાદુકોણ, દિયા મિર્ઝા, રકુલ પ્રીત સિંહ, સારા અલી ખાન, નમ્રતા શિરોડકર, મધુ મન્ટેનાના નામ સામે આવ્યા છે. મધુ મન્ટેનાની NCBએ પૂછપરછ કરી છે. તો બીજી બાજુ શ્રદ્ધા તથા દીપિકા વિરુદ્ધ NCBને નક્કર પુરાવા મળ્યા છે. NCB પોતાની તપાસ માત્ર સુશાંત કેસ પૂરતી સીમિત રાખવા માગતી નથી.
દીપિકાની મુશ્કેલી વધશે

દીપિકાની વાત કરીએ તો મેનેજર કરિશ્મા તથા તેની વચ્ચેની ચેટ સામે આવી છે. આ ચેટમાં દીપિકાએ કરિશ્મા પાસે ગાંજો મંગાવ્યો હતો. આ ચેટ 2017ની છે. NCB દીપિકાને સમન પાઠવ્યું છે અને તેની પૂછપરછ કરવામાં આવશે. દીપિકા હાલમાં ગોવામાં શકુન બત્રાની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હોવાનું માનવામાં આવે છે.

Exit mobile version