ડ્રીમ પ્રોજેકટ “ગરીબ આવાસ” યોજનાઓ હેઠળ 6300 આવાસો 60 મહિને પણ તૈયાર ન થયા, 250 કરોડનું કૌભાંડની શક્યતા
રાજીવ ગાંધી આવાસ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 24 મહિનામાં તૈયાર કરવાના 6300 આવાસો 60 મહિને પણ હજુ તૈયાર થયા નથી. જે મૂળ કોન્ટ્રાકટરે હાથ ઉંચા કરી દેતા
રાજકીય વગ ધરાવતા પેટા કોન્ટ્રાકટર પાસે રૂા. 250 કરોડના બાકી કામો કરાવવાની ભલામણને સ્થાયી સમિતિએ ફગાવી દઇને ફરીથી ટેન્ડર મંગાવીને કામગીરી કરાવવાનો ઠરાવ કર્યો હતો જ્યાં
કલ્યાણનગર-તાંદલજા અને સયાજીપુરા વિસ્તારોમાં મકાનો બનાવવા માટે જે પ્રક્રિયા કરવામાં આવી હતી, તેમાં એમવી ઓમની ઇન્ડિયા પ્રા.લિને તા.11 જાન્યુઆરી,2014ના રોજ વર્ક ઓર્ડર
આપવામાં આવ્યો અને આ મકાનો કેન્દ્ર અને રાજય સરકારની મદદથી 24 મહિનાની મુદતમાં પૂરા કરવાના હતા પરંતુ આ કામ 2016માં વધુ નવ મહિનાની મુદત પછી પણ પૂરુ ન થયુ. જેથી
કંપનીના ડિપોઝિટ અને અન્ય પેનલ્ટી મળી રૂપિયા 23 કરોડ રકમ જપ્ત કરી લેવાના રહેશે. જેથી ઇજારદાર એમ વી ઓમ્ની પ્રોજેક્ટ લિમિટેડ ને પેનલ્ટી અને ડિપોઝિટ ની રૂપિયા 30 કરોડની રકમ
જપ્ત કરવા અને ઇજારદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા નિર્ણય કર્યો હતો. કોન્ટ્રાકટરને લાભ ખટાવવા માટે ભાજપના જ એક જૂથે ભૂમિકા ભજવી હતી પરંતુ 226 કરોડ રૂપિયાના ચૂકવણા બાદ
પણ 60 મહિને આવાસો તૈયાર ન થયા. પરંતુ, ભાજપની સંકલન સમિતિમાં તેને લઇને હોબાળો થતાં બે વખત મૂલતવી રખાયા બાદ આખરે સબલેટના બદલે રિટેન્ડરીંગ કરવાનો નિર્ણય લેવાતા હવે
બાકીની કામગીરી પૂરી થતાં એક વર્ષનો સમય નીકળે તેવી શકયતા નકારી ન શકાય.