ઓવરટાઈમ કરનાર કર્મચારીને ડબલ પગારની જોગવાઈ, નીતીન પટેલે કરી જાહેરાત
ગુજરાત સરકાર ની રાબેતા મુજબ આજે સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી જેમાં 18 તારીખ થી શરૂ થતાં વિધાનસભા સત્ર ની તૈયારીઓ ની સમીક્ષા સત્ર દરમિયાન આવનારા બજેટ ની પણ ચર્ચા થશે ગુજરાત ના દરેક વર્ગ ના ધ્યાન રાખતું બજેટ રજૂ થાય એ રીતે કેબિનેટમાં વિસ્તારથી ચર્ચા થઈ આ સિવાય અછતગ્રસ્ત તાલુકામાં રાહતની કામગીરીની સમીક્ષા રાજ્ય માં વધતા સ્વાઇન ફલૂ ની સ્થિતિ વગેરે મુદ્દા આજની કેબિનેટ માં મહત્વ ચર્ચા થઈ સમગ્ર કેબિનેટ ની બેઠક પૂર્ણ થયા બાદ રાજ્ય ના ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા એસ એસ 1 ખાતે પ્રેસવાર્તા નું આયોજન કર્યું.
વિધાનસભા સત્રમાં કઇ કામગીરી કરવી એની ચર્ચા થઈ રાજ્યનું બજેટ પણ રજૂ થશે. આ સિવાય સરકારના પ્રજાલક્ષી કાયદા બનાવી અને પ્રજાની સુખાકારી અને ગુજરાતના વિકાસને આગળ વધારવા વિશ્વમાં ઇઝ ઓફ દુઈગ બિઝનેસમાં સરકારી કામગીરીમાં સરળતા બને તેમજ ઉધોગ ધંધા સરળતાથી કરે એ માટેની વ્યવસ્થાનું પણ માળખું તૈયાર કર્યું એન એ તથા પ્લાન પાસ માટે પણ સહેલાઈથી મજૂરી મળે એ માટે પણ ઓન લાઇન NA પ્રક્રિયા શરૂ કરવામાં આવી નાના એકમોની સંખ્યા 7 લાખ થાય જે જેઓનું રજિસ્ટ્રેશન કરવું દરવર્ષ ફરજીયાત છે.
https://www.youtube.com/watch?v=IeqaLwjSoHY&feature=youtu.be
આ અંતર્ગત શ્રમ રોજગાર વિભાગના કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે. શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટને કેબિનેટમાં મંજૂરી મળી ગઇ છે. આ માટે બિન જરૂરી 1948ના કાયદાની જોગવાઇ દૂર કરવામાં આવી છે. નિતિન પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ‘IS OF DOING’ પર ભાર મુકવામાં આવ્યો છે. મહિલા કર્મીઓને સવારે 6થી રાતના 9 વાગ્યા સુધી નોકરી પર રાખી શકાશે. જે કંપની કે શોપમાં 30થી વધુ મહિલા કર્મચારી હોય તે શોપમાં ઘોડિયાઘરની વ્યવસ્થા કરવી પડશે. 100થી વધુ કર્મચારી હોય ત્યાં કેન્ટીનની વ્યવસ્થાની જોગવાઈ પણ આ કાયદામાં મૂક્વામાં આવી છે. આ સાથે જ ઓવરટાઈમ કરનાર કર્મચારીને ડબલ પગારની જોગવાઈ પણ કરવામાં આવી છે.