World

અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બનશે ડોનાલ્ડ ટ્રમ્પ! ટ્રેન્ડમાં મળ્યો બહુમત

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બનશે! અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીના જે પ્રકારે ટ્રેન્ડ આવી રહ્યા છે તેણે લગભગ સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. ટ્રમ્પે અત્યાર સુધીમાં 277 ઈલેક્ટોરલ મત મેળવ્યા છે/આગળ છે. રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછા 270 ઈલેક્ટોરલ મત જરૂરી હોય છે. જ્યારે ટ્રમ્પના પ્રતિસ્પર્ધી અને ડેમોક્રેટિક પાર્ટી ઉમેદવાર કમલા હેરિસે 226 ઈલેક્ટોરલ મત મેળવ્યા છે/આગળ છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીની મતગણતરીના અત્યાર સુધીનાં જે ટ્રેન્ડ સામે આવ્યા છે તે મુજબ રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે બહુમત મેળવ્યો છે. અત્યાર સુધીના ટ્રેન્ડમાં ટ્રમ્પના ફાળે 277 ઈલેક્ટોરલ મત મેળવવાનું અનુમાન છે. 

ધ એસોસિએટેડ પ્રેસના લાઈવ પ્રોઝેક્શન્સ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યાર સુધીમાં ઈન્ડિયાના, કેન્ટકી, વેસ્ટ વર્જિનિયા, ટેનેસી, મિસિસિપ્પી, અલાબામા, ફ્લોરિડા, સાઉથ કેરોલિના અને ઓકલાહોમામાં જીત નોંધાવી છે. જ્યારે કમલા હેરિસે વર્મોટ, ન્યૂ જર્સી, મેસાચુસેટ્સ, રોડ આઈલેન્ડ, કનેક્ટિકટ, ડેલાવેયર, મેરિલેન્ડ, અને ઈલિનોયમાં જીત મેળવી છે. 

2024ના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં 7 સ્વિંગ રાજ્યો એરિઝોના, જ્યોર્જિયા, મિશિગન, નેવાદા, નોર્થ કેરોલિના, પેન્સિલ્વેનિયા, અને વિસ્કોન્સિનના એક્ઝિટ પોલ જણાવે છે કે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ અને રિપલ્બિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે કાંટાની ટક્કર થશે. એક્ઝિટ પોલ દેખાડે છે કે કમલા હેરિસ મામૂલી લીડ મેળવતા જોવા મળે છે. એડિસન રિસર્ચે 7 રાજ્યોમાં કરાવેલા એક્ઝિટ પોલના પ્રાથમિક તારણોના આધારે જણાવ્યું કે લગભગ 47 ટકા મતદારોએ કમલા હેરિસ પ્રત્યે પોઝિટિવ ટ્રેન્ડ દેખાડ્યો, જ્યારે ટ્રમ્પ માટે લગભગ 45 ટકા વોટર્સે સમર્થન દેખાડ્યું. 

અમેરિકામાં 50 રાજ્યો છે અને તેમાંથી મોટાભાગના દરેક ચૂંટણીમાં એક જ પાર્ટીને મત આપે છે. પરંતુ સ્વિંગ રાજ્યોના ચૂંટણી પરિણામો મહત્વના ગણાય છે કારણ કે આ રાજ્યોમાં મતદારોના મિજાજ બદલાતા રહે છે. એરિઝોના, જ્યોર્જિયા, મિશિગન, નેવાદા, નોર્થ કેરોલિના, પેન્સિલ્વેનિયા અને વિસ્કોન્સિનમાં બધા મળીને 93 ઈલેક્ટોરલ મત છે. આ સાત રાજ્ય રાષ્ટ્રપતિની ખુરશી પર બેસવા માટે જરૂરી 270 ઈલેક્ટોરલ મત ઈચ્છતા  કોઈ પણ ઉમેદવાર માટે મહત્વનું છે. પેન્સિલ્વેનિયા, મિશિગન અને વિસ્કોન્સિન મળીને એક તિકડી બનાવે છે જેને બ્લ્યૂ વોલ કહે છે. આ 2016માં ટ્રમ્પ સાથે ગઈ હતી પરંતુ 2020માં જો બાઈડેને મામૂલી અંતરથી જીતી હતી. 

2024ની અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીનું પરિણામ મતદાન પૂરું થયાના ગણતરીના કલાકોમાં આવી શકે છે. પરંતુ કઈ પણ પાક્કા પાયે કહી શકાય નહીં. પરિણામ આવવામાં પૂરો દિવસ, સપ્તાહ અને જેમ કે એક કેસમાં થયું હતું તેમ મહિનો પણ લાગી શકે છે. 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button