પાર્ટનર સાથે પ્રથમ વખત કરો છો સેક્સ તો ખાસ રાખો આ વાતનું ધ્યાન
પ્રથમ વખત સેક્સ કરવા જઇ રહ્યા છો કે તમે સેક્સ માટે એક્ષપર્ટ છો તો વાતથી કોઇ ફરક પડતો નથી. પરંતુ એક વાત જે દરેક લોકો માટે કોમન છે. વાત જ્યારે સેક્સની આવે છે તો એક જ નિયમ દરેક લોકો પર લાગુ પડતો નથી. ખાસ કરીને ફર્સ્ટ ટાઇમ સેક્સ દરેક લોકો માટે અલગ અલગ અનુભવ હોય છે. તે તકલીફદાયક હોય છે કે પછી આનંદ દાયક હોય છે. સેક્સ કરવાની કોઇ ખોટી રીત નથી. કારણકે તેને કરતા કરતા શીખાય છે. પરંતુ ફર્સ્ટ ટાઇમ સેક્સ કરવા જઇ રહ્યા છો તો કેટલીક વાતો પર ધ્યાન આપવું જરૂરી છે.
ફર્સ્ટ ટાઇમ સેક્સ દરમિયાન દરેક મહિલાને બ્લીડિંગ થાય જરૂરી નથી જે મહિલાઓ હાઇમનમાં વધારે ટિશૂજ હોય છે તેમને બ્લિડીંગ અને દુખાવો થવાના ચાન્સ તે મહિલાઓ કરતા વધારે હોય છે. જેને હાઇમન ટિશૂજ ઓછા હોય છે. એવામાં તમે ફર્સ્ટ ટાઇમ સેક્સ કરવામાં ખૂબ દુખાવો થાય તો તેને મતલબ એ નથી કે દરેક વખત એવું જ થશે. તે બીજી-ત્રીજી વખત થતા થતા ઓછું થવા લાગે છે. પરંતુ દર વખત તમને સેક્સ કરતા સમયે બ્લિડીંગ કે દુખાવો થાય તો તમારે ગાઇનેકોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઇએ.
પ્રથમ વખત સેક્સ બાદ કેટલીક મહિલાઓને પ્રાઇવેટ પાર્ટમાં ખંજવાળ કે બળતરા થઇ શકે છે. પરંતુ આ વાતનું હંમેશા ધ્યાન રાખો કે સેક્સથી પહેલા અને સેક્સ બાદ ક્લીનિંગ અને હાઇજીનનું ખાસ ધ્યાન રાખો. આવું કરવા છતા પણ સમસ્યા ઓછી નથી થતી તો ડોક્ટરની સલાહ લો.