મોબાઇલ એન્ડ ટેક

31 ડિસેમ્બર બાદ આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, જાણો કારણ

WhatsApp સૌથી વધારે ઉપયોગ કરવામાં આવતી મેસેજિંગ એપમાંથી એક છે. યૂજર્સની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને WhatsApp નવા-નવા ફીચર લાવી રહી છે. જોકે, WhatsApp ના કેટલાક યૂજર્સ માટે ખરાબ ખબર છે. 31 ડિસેમ્બર 2018 બાદ WhatsApp કેટલીક જૂની ઓપરેટિંગ સિસ્ટમમાં તેનો સપોર્ટ બંધ કરી દેશે. એટલે કે આ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલનારા સ્માર્ટફોનમાં WhatsApp કામ કરશે નહીં.

Nokia ની જુની ઓપરેટિંગ સિસ્ટમમાં યૂજર્સ WhatsApp નો ઉપયોગ તેમના ફોનમાં કરી શકશે નહીં. આ ઓપરેટિંગ સિસ્ટમ છે Nokia S40, આ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલનારા ફોનમાં 31 ડિસેમ્બર 2018થી WhatsApp ચાલશે નહીં. આ ઓપરેટિંગ સિસ્ટમ પર WhatsApp ન ચાલાવનું કારણ છે કે મેસેજિંગ એપ હવે આ પ્લેટફોર્મ માટે ફીચર ડેવલપ કરતું નથી. Nokia S40 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલનારા ફોનમાં WhatsApp ના કેટલાક ફીચર્સ પણ બંધ થઇ શકે છે.

તે સિવાય Android 2.3.7 અને તેનાથી જૂના વર્જનની સાથે-સાથે iPhone iOS7 અને તેનાથી જુની ઓપરેટિંગ સિસ્ટમ પર 1 ફેબ્રુઆરી 2020 બાદ WhatsApp કામ કરશે નહીં. WhatsApp એ એક નિવેદનમાં કહ્યું કે આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણકે આ પ્લેટફોર્મ માટે સક્રિયતાની સાથે ફીચર્સ ડેવલપ કરીશુ નહીં. કેટલાક ફીચર્સ કોઇપણ સમય બંધ થઇ શકે છે. આ પહેલા Windows Phone 8.0, બ્લેકબેરી OS અને બ્લેકબેરી 10 માટે Whatsapp એ 31 ડિસેમ્બર 2017થી સપોર્ટ બંધ કરી દીધો હતો. આ પ્લેટફોર્મ પર ચાલનારા સ્માર્ટફોનમાં 31 ડિસેમ્બર 2017 બાદ WhatsApp એ કામ કરવાનું બંધ કરી દીધું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button