રવિવારે રાખશો આ વાતનું ધ્યાન તો ક્યારેય નહીં ખૂટે પૈસા
સામાન્ય રીતે દરેક ઘરમાં રોજ સવાર સાંજ પૂજા થતી જ હોય છે. પરંતુ સપ્તાહના દરેક દિવસનું પણ પૂજાની દ્રષ્ટીએ અનેરું મહત્વ રહેલું છે. જેમકે સૂર્ય દેવતાની પૂજાનો દિવસ છે રવિવાર. જીવનમાં સુખ-સમૃદ્ધિ મેળવવા માટે, શત્રુઓ પર વિજયી થવા માટે રવિવારના વ્રતને ઉત્તમ ગણવામાં આવે છે. જો કે ઘણાં લોકો વ્રત કરી શકતાં નથી, આવા લોકોએ પણ ચિંતા કરવાની જરૂર નથી તેઓ રવિવારે એક નાનકડો ઉપાય કરી શકે છે. જેનાથી તેમને લાભ થઈ શકે છે.
નિયમિત સૂર્યદેવને જળ ચડાવવાથી વ્યક્તિની દરેક ઈચ્છા પૂરી થાય છે. તેની સાથે જો દર રવિવારે કેટલાક નિયમોનું પાલન કરી સૂર્ય નારાયણની પૂજા કરવામાં આવે તો જીવનમાંથી દરેક વિધ્નો દૂર થઈ શકે છે. તેના માટે રવિવારે વહેલા ઊઠી જવું અને સ્નાનાદિ કાર્ય કરી ત્રાંબાના લોટામાં જળ ભરીને તેમાં લાલ ફુલ, ચોખા નાખીને સૂર્ય દેવને અર્ધ્ય આપો સાથે જ સૂર્ય મંત્રનો જાપ કરો.
રવિવારે આ નિયમોનું કરવું પાલન
– રવિવારે ખાસ આદિત્ય હ્રદય સ્ત્રોતનો પાઠ કરવો.
– જો આંખને લગતી સમસ્યા હોય તો નેત્રોપનિષદનો પાઠ કરવો.
– રવિવારના દિવસે નમક વિનાનું ભોજન કરવું.
– સૂર્યોદય પહેલા ઊઠીને નિત્ય કાર્યોથી પરવારીને સ્વચ્છ કપડાં પહેરવા.
– સ્નાન કર્યા પછી સૂર્યદેવને ત્રણવાર અર્ધ્ય આપીને પ્રણામ કરવા.
– સાંજના સમયે પણ સૂર્યદેવને અર્ધ્ય આપવો.