આનંદો… ઓફિસમાં બોસ નહીં કરે પરેશાન, નોકરી કરતા લોકો માટે ખુશખબર
દેશભરમાં નોકરી કરતા લોકો ઓફિસ પછી પણ ઓફિસ કામ માટે ફોન પર વ્યસ્ત રહેતા જોવા મળે છે. એટલું જ નહીં પરંતુ ક્યારેક તેઓ ઘરે બેઠા બેઠા મેલ પણ કરતા રહે છે. તેને કારણે તેમના અંગત જીવન પર તેનો પ્રભાવ પણ પડે છે અને તેઓ પોતાના પરિવારને પૂરતો સમય નથી આપી શકતા. આવી સ્થિતિમાં લોકસભામાં એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ એક પ્રાઇવેટ મેમ્બર બિલ રજુ કર્યું છે.
આ બિલ વિશે જાણીને બધા જ નોકરિયાત લોકો ખુશ થઇ જશે. ખરેખર આ બિલ અનુસાર જો એકવાર તમારા નોકરીમાં કલાક પુરા થઇ જાય ત્યારે તમારો પૂરો અધિકાર છે કે તમે ઓફિસના કોઈ પણ કોલ અથવા ઈમેલનો જવાબ ના આપો.
રાઈટ ટુ ડિસ્કનેક્ટ નથી આ બિલ એટલા માટે લાવવામાં આવી રહ્યું છે કે કર્મચારીઓના તણાવને ઓછો કરી શકાય. જેને કારણે કર્મચારીના ઓફિસ અને અંગત જીવન વચ્ચેનો તણાવ ઓછો થઇ જાય. આપને જણાવી દઈએ કે ફક્ત ભારત જ નહીં પરંતુ ઘણા બધા દેશોમાં આ પ્રકારના બિલ અંગે ચર્ચા થઇ રહી છે. ફ્રાન્સ, ન્યુયોર્ક અને જર્મનીમાં તેને રજુ કરવામાં આવ્યું. આ વિધેયક 28 ડિસેમ્બરે રજુ કરવામાં આવ્યું અને તેમાં કહેવામાં આવ્યું કે તેમાં કર્મચારી કલ્યાણ પ્રાધિકરણની સ્થાપના કરવામાં આવશે. આ પ્રાધિકરની અંદર આઇટી, લેબર મંત્રી, અને કમ્યુનિકેશન શામિલ હશે.