અમદાવાદ

અમદાવાદ : ભરવાડ યુવા સંગઠન દ્વારા એકપણ રૂપિયો ભર્યા વગર સમાજના ૩૦૦૦ યુવાનોને ૩૦૦ ગાડી કરાઇ વિતરણ

આજે ગુજરાતમાં હરણફાળ વિકાસ  અને પ્રગતિ દરેક ક્ષેત્રમાં જોવા મળી રહી છે, સરકાર ત્વરિત નિર્ણયો થકી ગુજરાત આજે સમૃદ્ધિના દરેક શિખરો સર કરતું જઈ રહ્યું છે ત્યારે આવા નેતૃત્વની સાથે ખભે થી ખભે મિલાવી સૌ ભરવાડ સમાજના યુવાનોએ એક “ભરવાડ યુવા સંગઠન” બનાવાયું છે જેના થકી સમાજ ના લોકો ને મદદ કરવામાં આવે છે અને કોઈપણ સમાજ ના સંગઠન નું લક્ષ્ય હોય છે કે તેમના સમાજ ના ઓછી આવક ધરાવતા લોકો ને વધુ સારી રોજગારી ની તકો મળી રહે અને તેઓ તેમનું પરિવાર વધુ સારી રીતે ચલાવી શકે અને પોતાના બાળકો ને યોગ્ય શિક્ષણ આપી શકે જેથી સમાજ ની સાથે સાથે દેશ નું પણ વિકાસ થાય. 

[youtube height=”250T” width=”500″ align=”none”]https://www.youtube.com/watch?v=b79y8opH6oM&feature=youtu.be[/youtube]

ભરવાડ યુવા સંગઠન  ના ઉપપ્રમુખ શ્રી મેહુલ ભાઈ ભરવાડે જણાવ્યું કે,  “આ સંગઠનના મુખ્ય હેતુ સમાજના યુવાનોને પ્રશિક્ષિત કરવા, રોજગારીની તકો ઊભી કરવી, સંપૂર્ણ શિક્ષણ પૂરું કરે તેવી વયવસ્થા કરવી, આરોગ્ય લક્ષી સહાય કરવી, ધર્મ  અને રાષ્ટ્ર ભક્તિ ની પ્રજવલિત રહે અને સમાજના યુવાનો દરેક ક્ષેત્રે આગળ વધે તેમજ મુખ્યધારા ના પ્રવાહ માં સમ્મેલિત થાય તેવું એક બીડું ઉપાડ્‌યું છે. આ સંગઠન હાલ યુવાનો માટે યુવા રોજગાર યોજના અમલમાં મૂકી છે.

આ યોજના અંતર્ગત ગુજરાત સ્થિત સમાજના ૩૦૦  યુવાનોને ૩૦૦ મહિન્દ્રા બોલેરો મેક્સી અને મારુતિ સુઝુકી ઇકો ગાડી એક પણ રૂપિયો ભરીયા વગર માસિક ૧૩૦૦૦ ના ૬૦ સરળ હપ્તે રોજગારી કરવા માટે ગાડી આપવામાં આવી હતી. જેમાં  ભરવાડ સમાજ ના વડીલો અને સંતો એ કાર્યક્રમ માં હાજરી આપી હતી. જેથી તેઓને ડાઉનપેમેન્ટ નું કોઈ પણ જાત ની ચિંતા ના રહે અને તેમના પરિવાર નું ભારણ પોષણ કરી શકે.” 

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button