દિશા વાકાણીએ કર્યું મોટું એલાન, તારક મહેતા શોમાં કરશે વાપસી
શુક્રવારે બતાવવામાં આવેલા એપિસોડમાં જેઠાલાલે ગણેશોત્સવનાં કાર્યક્રમમાં દયાને ખુબ મિસ કરી અને સાથે સાથે એ હિંટ પણ આપી કે દયા શોમાં જલ્દી જ એન્ટ્રી લેશે. બન્યું એવું કે શોમાં જેઠાલાલે યાદ આ રહા હે ગીત પર પરફોર્મન્સ કર્યું હતું. તો એમાં તેને પત્ની દયાની યાદ આવવા લાગે છે. શોમાં બધા જેઠાલાલને કહે છે કે દયાભાભીને જલ્દી જ પાછી બોલાવી લો. ઘણા દિવસો થઈ ગયા.
તો જેઠાલાલ આ વાત પર કહે છે કે દયા હવે પાછી આવવા માગે છે. તે જલ્દી જ ગોકુળધામ સોસાયટીમાં વાપસી કરી રહી છે. એવા તર્કો વિતર્કો લગાવવામાં આવી રહ્યા છે કે શોના મેકર્સ જેઠાલાલ થકી ઈશારો કરી રહ્યા છે. પરંતુ હવે દિશા વાકાણીએ એક ઈશારો કર્યો છે કે તે શોમાં પરત ફરી રહી છે.
હાલમાં જ દિશા વાકાણીએ ઈનસ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. આ તસવીર શોના સેટ પરની જુની તસવીર છે. સાથે સાથે નેહા મહેતા પણ જોવા મળી રહી છે. આ તસવીરો વાયરલ કરવાથી લોકો સીધો ઈશારો શો વાપસી પર જ સમજી રહ્યા છે. આ ફોટો પર લોકોએ કોમેન્ટ પણ કરી છે કે હવે શોમા વાપસી કરો, કેટલુંક તડપાવશો.