મુખ્યમંત્રીની અધ્યક્ષામાં કેબિનેટની બેઠક યોજાઇ, રાજ્યમાં અછતની સ્થિતિ અને રાહતની કામગીરી અંગે ચર્ચા કરાઇ
ગુજરાતમાં એક બાજુ બીજેપી સરકાર લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગ રૂપે જિલ્લાના ક્લસ્ટર સંમેલન યોજી રહી છે. તો બીજી બાજુ આજે રાબેતા મુજબ કેબિનેટની બેઠક મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં રાજ્યમાં ટેકાના ભાવથી ખરીદેલી મગફળી તેમજ ખેડૂતોને ચુકવણું, અછતની સ્થિતિ અને રાહતની કામગીરીસ, ઉનાળામાં પીવાના પાણી અંગે કોઇ સમસ્યા ન સર્જાય સહિતની ચર્ચા કરી હતી.
https://www.youtube.com/watch?v=04HVuBTkGTU&feature=youtu.be
આવનાર વિધાનસભાની પૂર્વ તૈયારીઓ વિધેયકની મંજૂરીની વગેરે મુદ્દે વિશેષ ચર્ચા કરી હતી. આ સિવાય રાજ્યમાં વધતા સ્વાઇન ફલૂને રોકવામાં આરોગ્ય તંત્રની કામગીરી તેમજ આવનારા લોકસભા ચૂંટણમાં 26 બેઠકો જીતવાનું ફોર્મ્યુલા અને જિલ્લાના ક્લસ્ટર સંમેલનના રિપોર્ટ વિશે પણ વિસ્તૃત જાણકારી સીએમ મેળવી હતી. કેબિનેટ પૂર્ણ થયા બાદ રાજ્યના અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ પ્રેસવાર્તામાં જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોની ટેકાના ભાવથી મગફળી ખરીદવાની શરૂઆત 15 નવેમ્બર થી શરુ કરી હતી.
જેનો આજે છેલ્લો દિવસ હતો. રાજ્યમાં 2 લાખ 11 હજાર ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવી છે. સમગ્ર ખરીદ પ્રક્રિયા દરમિયાન રાજ્યમાં 4 લાખ મેટ્રિક ટનની ખરીદી અત્યાર સુધી કરવામાં આવી, 95 ટકા ખેડૂતોને મગફળીની પણ ચુકવણી કરી દેવામાં આવી છે.