લો બોલો…ક્રિકેટમાંથી સન્યાસ લઇ ધોની કરશે આ કામ
ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હાલ ક્રિકેટ મેદાનથી દૂર છે. વર્લ્ડ કપ 2019 બાદ વેસ્ટઈન્ડીઝના પ્રવાસે જવાનું ટાળી ધોની ઇન્ડિયન આર્મી સાથે જોડાયો હતો અને આર્મી ટ્રનિંગ માટે કાશ્મીર ગયો હતો. જોકે તાજેતરમાં ધોની ટ્રેનિંગ પૂરી કરી રાંચી તેના ઘરે પરત ફર્યો છે.
ધોની મેદાનની બહાર હોય કે અંદર તે સતત ચર્ચામાં રહે છે. છેલ્લા કેટલાક સમયથી ધોનીના ક્રિકેટથી સંન્યાસને લઈ ચર્ચાઓના માહોલ ગરમાયો છે. પરંતુ હાલ પણ આ મુદ્દે સસ્પેન્સ યથાવત છે. આ પરિસ્થિતિઓ વચ્ચે ધોનીને લઈ વધું એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મીડિયા સૂત્રો મુજબ ધોની હવે જલ્દી બોલિવૂડમાં એન્ટ્રી કરશે.
સૂત્રો મુજબ મહેન્દ્ર સિંહ ધોની જલ્દી એક કોમેડી ફિલ્મમાં કેમિયો કરતા નજરે આવશે. આ ફિલ્મમાં સંજય દત્ત લીડ રોલમાં જોવા મળશે. જ્યારે ફિલ્મનું ડાયરેક્શન ‘યમલા પગલા દિવાના’ ફેમ ડિરેક્ટર સમીર કાર્ણિક કરશે. રિપોર્ટ મુજબ ફિલ્મનું ટાઇટલ ‘ડૉગહાઉસ’ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મની કહાની ત્રણ અંડરડોગ્સની આસપાસની છે અને લીડ રોલ્સમાં ઘણા મોટા નામોની ચર્ચા છે. સંજય દત્ત સિવાય ફિલ્મમાં સુનીલ શેટ્ટી, ઇમરાન હાશમી અને આર.માધવન સાથે વાત ચાલી રહી છે.