ધર્મભક્તિ

આજે મોટી પોષી પૂનમ, શાકંભરી નવરાત્રિ સમાપ્ત

આજે પોષી પૂનમ છે હિંદુ પંચાંગ અનુસાર બાર મહિનાની પૂનમમાં પોષ માસની પૂર્ણિમા વિશેષ મહત્વની છે. સોમવારે કર્ક રાશિનો સ્વામી ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં સ્વામી શનિ બને છે. આજના દિવસે શાકંભરી નવરાત્રિ સમાપ્ત થાય છે, અંબાજી પ્રાગટ્યોત્સવ, માધ સ્નાનારંભ, ૨૦૧૯ સાથે ચંદ્ર ખંડગ્રાસ ગ્રહણ સહિત દિવસ મહત્વનો બન્યો છે

આજે મા અંબાનો પ્રાગટય દિન અનન્ય શ્રદ્ધા અને આસ્થા સાથે અંબાજીમાં ઉજવાશે. આજે ફૂલોથી મંદિરને સજાવાયું છે. માને આજે છપ્પનભોગનો અન્નકૂટ ધરાવવા સાથે વિશેષ મહાપૂજા થશે એટલું જ નહીં અંબાજીના નગરજનો આજે ઘેર ઘેર દીવા પ્રગટાવીને મા અંબાનાં જન્મનાં વધામણાં કરશે.આજે મા અંબાની સન્મુખ ચાચર ચોકમાં મહાશક્તિ યજ્ઞ ,છપ્પનભોગ અન્નકૂટ અને હાથી ઘોડા પાલખી સાથે માતાની ભવ્ય પાલખી સાથે શોભાયાત્રા નીકળશે.આજે અંબાજીમાં આવનાર દરેક શ્રદ્ધાળુઓને મા અંબિકા ભોજનાલયમાં ખાસ નિઃશુલ્ક મિષ્ટન ભોજનની વ્યવસ્થા કરાઈ છે.

આજનો દિવસ શાકંભરી પૂર્ણિમા તરીકે ઓળખાતો હોઈને જગદંબાને વિવિધ શાકભાજી ધરાવવામાં આવશે. માઇભક્તો દ્વારા જગદંબાની શોભાયાત્રા દરમિયાન સુખડીનો પ્રસાદ, મીઠી, ચોકલેટ, કેક વહેંચીને ઉજવણી કરાશે. મંદિરની સુરક્ષા વ્યવસ્થામાં ૩૭૦ પોલીસની વ્યવસ્થા ગોઠવાઈ છે આજે સર્વાર્થ સિદ્ધિ યોગનો પણ સમન્વય છે. તેથી આજનો દિવસ પુણ્યબળની વૃદ્ધિ માટેનો છે આજના દિવસથી માઘ સ્નાનનો પણ પ્રારંભ થઈ રહ્યો છે. તેથી આજે સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button