દિલ્હી – એનસીઆરમાં વરસાદ, ઠંડીમાં થયો વધારો
બરફવર્ષા ઠંડી ઓછી થઈ છે, પરંતુ આજે સવારે ધોધમાર વરસાદે દિલ્હી-એનસીઆરમાં વાતાવરણ બદલી નાખ્યું હતું. દિલ્હીની સાથે સાથે ગાઝિયાબાદ, ફરિદાબાદ, ગુરુગ્રામ નોઈડા, ગ્રેટર નાેઈડા અને સોનિપતમાં પણ હળવો વરસાદ થયો હતો.કેટલાય વિસ્તારોમાં સવાર થવાની સાથે જ અંધારું છવાઈ ગયું અને અચાનક વરસાદ તૂટી પડ્યો. છેલ્લા કેટલાક દિવસોથી વધી રહેલા પ્રદૂષણથી દિલ્હી વાસીઓને થોડી રાહત મળી હતી. હવે સ્વચ્છ હવા મળી શકશે. સવારે ઓફિસ જઈ રહેલા લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદની સાથે ઠંડી ફરી વખત વધી છે.
નોઈડામાં આજે સવારની શરૂઆત હળવા વરસાદ સાથે થઈ. સવારથી જ આકાશમાં કાળા વાદળ છવાયેલા હતા. વરસાદના કારણે લઘુતમ તાપમાન ૧૩ ડિગ્રી અને ગુરુતમ તાપમાન ૨૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
હળવા વરસાદના કારણે ઠંડી પણ વધી હતી. ઓફિસ જતા લોકો ગરમ કપડામાં જોવા મળ્યા હતા. મોસમ વિભાગે જણાવ્યું હતું કે પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા રોકાતાં તાપમાનમાં વધારો થયો હતો. પશ્ચિમી હિમાલયમાં પશ્ચિમ વિક્ષોભ સક્રિય થવાથી દિવસભર વાદળ છવાયા રહ્યા અને હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. કુલુ મનાલી સિમલા માટે એડ્વાઈઝરી જારી કરાઈ ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગે તેને લઈને એડવાઈઝરી જારી કરી છે. આઈએમડીના જણાવ્યા મુજબ કુલુ, ચંબા, સીમલા, કાંગડા અને કિન્નોરમાં છ અને સાત ફ્રેબુઆરીએ ભારે સ્નો ફોલ થઈ શકે છે. આ જિલ્લાઓ ઉપરાંત હિમાચલ પ્રદેશના મધ્ય અને નીચલા વિસ્તારોમાં પણ બરફવર્ષા થઈ શકે છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરખંડમાં ૭ ફેબ્રુઆરી સુધી ભારે વરસાદ અને બરફ વર્ષાની શક્યતાઓ છે.