દેશવિદેશ

દિલ્હીમાં તાપમાન 5 ડિગ્રી થઈ જતાં બે દિવસ સુધી ‘ઓરેન્જ એલર્ટ’ જારી

દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં થીજાવી દેતી કાતિલ ઠંડીથી લોકો પરેશાન થઈ ગયા છે. શિમલા કરતાં પણ વધુ ઠંડી પડતાં દિલ્હીમાં આજે અને આવતી કાલે એમ બે દિવસ સુધી ‘ઓરેન્જ એલર્ટ’ જારી કરી દેવામાં આવ્યું છે.

દિલ્હી અને આસપાસના વિસ્તારોનું તાપમાન છેલ્લા બે દિવસથી પ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહ્યું છે. ગઈ કાલે પણ લઘુતમ તાપમાન પ૦૧ ડિગ્રી નોંધાયું હતું. આ અગાઉ વર્ષ ર૦૧પમાં દિલ્હીમાં એક દિવસ આવી શીતલહરનો પ્રકોપ જોવા મળ્યો હતો. ર૦૧૪માં ત્રણ દિવસ સુધી શીતલહર રહી હતી, જ્યારે ર૦૧૧માં ચાર દિવસ સુધી પ્રકોપરહ્યો હતો.

દિલ્હી, પંજાબ, હરિયાણા સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ જોવા મળ્યો છે. ખાસ કરીને પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થતાં આ તમામ વિસ્તારોમાં શીતલહર ફરી વળી છે. રાજસ્થાનના ફતેહપુરમાં લઘુતમ તાપમાન શૂન્યથી નીચે માઈનસ ૪.પ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. અહીંના મોટા ભાગના ખેતરોમાં બરફ જામી ગયો છે. રાજસ્થાનના ફતેહપુર ઉપરાંત શેખાવટી અને પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં પણ માઈનસમાં તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી અને એનસીઆરમાં આજે સખત ઠંડી પડશે અને આબોહવા એકદમ સૂકી રહેશે. આગામી ત્રણ દિવસ સુધી હજુ આ શીતલહર ચાલુ રહેશે અને લોકોને ઠંડીમાંથી રાહત મળશે નહીં. ક્રિસમસની રજાઓ દરમિયાન પણ રાજધાની દિલ્હી ઉપરાંત ઉત્તર ભારતના કેટલાક સ્થળોએ કાતિલ ઠંડી પડવાની શક્યતા છે. આવનારા દિવસોમાં ઠંડી હજુ વધશે અને કેટલાક વિસ્તારોમાં હિમવર્ષા પણ થઈ શકે છે.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button