
દિવાળી પછી દિલ્હીની હવાની ગુણવત્તા વધુ ખરાબ થઈ છે. રાજધાનીના ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) “ગંભીર” શ્રેણીમાં પહોંચી ગયો છે. સવારે શહેરમાં ધુમાડા અને ધુમ્મસનું સ્તર દેખાયું, જેના કારણે વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) ના ડેટા અનુસાર, સવારે 4:00 વાગ્યે સોનિયા વિહાર મોનિટરિંગ સ્ટેશને 463નું AQI અને ITO મોનિટરિંગ સ્ટેશને 406નું AQI નોંધ્યું, જે બંને “ગંભીર” શ્રેણીમાં આવે છે. ધુમ્મસથી ઇન્દ્રલોક સહિત અનેક વિસ્તારો ઘેરાયેલા હતા, જેના કારણે વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.
CPCBના રીઅલ-ટાઇમ ડેટા અનુસાર, રાજીવ ચોક ખાતે સવારે 1:30 વાગ્યે AQI 381 નોંધાયું હતું, જ્યારે સાઉથ એક્સટેન્શનની આસપાસના વિસ્તારમાં સવારે 4:00 વાગ્યે AQI 360 નોંધાયું હતું. દરમિયાન આજે સવારે 6 વાગ્યે દિલ્હીનો સરેરાશ AQI 366 છે, જે “ખરાબ” શ્રેણીમાં આવે છે. સોનિયા વિહારમાં સૌથી વધુ AQI 449 નોંધાયું હતું, જે ગંભીર શ્રેણીમાં આવે છે. બુરારી ક્રોસિંગમાં AQI 445, વિવેક વિહારમાં 441, રોહિણીમાં 435, જહાંગીરપુરીમાં 439, DU નોર્થ કેમ્પસમાં 437, DTUમાં 431, બવાનામાં 422, ચાંદની ચોકમાં 418, મુંડકામાં 413, પંજાબી બાગમાં 408, NIH નરેલામાં 408 અને ITO 404 નોંધાયું હતું. પુસામાં AQI 399, CRRI મથુરા રોડમાં 395, અલીપુરમાં 391, તાલકટોરા ગાર્ડનમાં 387 અને લોધી રોડમાં 370 નોંધાયું હતું.
CPCB (કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ) અનુસાર, ઇન્ડિયા ગેટ અને કર્તવ્ય પથની આસપાસના વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 381 છે, જેને “ખૂબ જ ખરાબ” તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે. મુંબઈની હવા દિલ્હી કરતા ઘણી સ્વચ્છ છે. આજે સવારે 7 વાગ્યે મુંબઈનો AQI લગભગ 160 હતો. ચેન્નઈનો AQI 189 હતો.
