Site icon Time News

Dahod: ફતેપુરામાં SOGએ ગાંજાની ખેતી પકડી, ખેતરમાંથી 33.77 કિલો ગાંજો મળ્યો

દાહોદ જિલ્લામાં SOGએ ગાંજાની ખેતી પકડી પાડી છે. ફતેપુરા તાલુકાના પાટડીયા ગામના ડામોર ફળિયામાં રહેતા કડકિયા ભાઈ વેલજીભાઈ ડામોરના ખેતરમાંથી માદક પદાર્થ મળી આવ્યો છે. SOGને મળેલી બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી.

ખેતરમાં રીંગણ અને લસણના પાક વચ્ચે તેમજ વાલોળની વાડ નજીક છૂટા છવાયા ગાંજાના 123 છોડ મળી આવ્યાં હતા. આરોપીના રહેણાંક મકાનની તપાસ દરમિયાન પીળા રંગની પ્લાસ્ટિક મીણીયા સિમેન્ટની થેલીમાંથી સુકો ગાંજો મળી આવ્યો હતો. કુલ 33.77 કિલોગ્રામ ગાંજો જેની કિંમત રૂપિયા 3,37,700 અને એક મોબાઈલ મળીને કુલ રૂપિયા 3,38,200નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

દાહોદ એસ.ઓ.જી શાખાના PSI એમ.એમ. માળીએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કડકિયાભાઈ વેલજીભાઈ ડામોર અને મનુભાઈ કડકિયાભાઈ ડામોર સામે નારકોટિક્સ ડ્રગ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કડકિયાભાઈની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મનુભાઈ ફરાર છે.

આ પણ વાંચો, Gandhinagar: લાઈવ કરો, લાઈવ કરો, વિધાનસભા લાઈવ કરો… કોંગ્રેસે કર્યા સૂત્રોચ્ચાર

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/videos

Exit mobile version