Site icon Time News

Dahod: દાહોદ LCBએ હાઈવે પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો, જેકોટ ગામ પાસે પીકઅપમાંથી 2.84 લાખનો દારૂ મળ્યો

રાજ્યમાં દારૂબંધી હોવા છતા બુટલેગરો અનેક પ્રકારના કીમિયા અજમાવીને ગુજરાતમાં દારૂ ઘુસાડે છે. દાહોદ એલસીબી પોલીસે ઈન્દૌર-અમદાવાદ નેશનલ હાઈવે પર મોટી સફળતા મેળવી છે. જેકોટ ગામ પાસે નાકાબંધી દરમિયાન એક પીકઅપ વાહનમાંથી વેફરના બોક્સની આડમાં છુપાવેલો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે વાહનની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ અને બીયરની 75 પેટી મળી આવી હતી. આ પેટીઓમાં કુલ 2,160 બોટલ હતી, જેની કિંમત રૂ. 2,84,400 આંકવામાં આવી છે. પોલીસે વાહન, મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 7,84,650નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

વાહનના ચાલક પીરમોહમ્મદ નુરમોહમ્મદ મકરાણીની અટકાયત કરવામાં આવી છે. તે મધ્યપ્રદેશનો રહેવાસી છે. પોલીસની પૂછપરછ દરમિયાન તેણે સંતોષકારક જવાબ ન આપતા વાહનની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. દાહોદ જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ દ્વારા પ્રોહિબિશન, જુગાર અને અસામાજિક પ્રવૃત્તિઓ રોકવા માટે સઘન કામગીરી ચાલી રહી છે. આ કેસમાં પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો, Mumbai: અભિનેતા આયુષ શાહે બિશ્વજીત ઘોષ અને પિયાલી ચેટર્જી ઘોષ સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી, ચેક બાઉન્સ અને નાણાકીય છેતરપિંડીના આરોપ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/videos

Exit mobile version