કેપ્ટન વિરાટ કોહલીને ICCનો મોટો ઝાટકો, કરશે આ ભૂલ તો થશે આવા હાલ
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ ખુબ મોટો ઝાટકો આપ્યો છે. વિરાટ કોહલીને સાઉથ આફ્રિકા વિરૂદ્ધ ત્રીજી ટી-20 મેચ દરમિયાન મેદાન પર દુર્વ્યવહાર માટે ચેતવણી આપી છે. વિરાટ કોહલીને આ સાથે જ ICCએ એક ડિમેરિટ પોઇન્ટ પણ આપ્યો છે. ખરેખર કોહલીએ બેંગલુરૂમાં દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ રમાયેલ ત્રીજી ટી-20 મેચ દરમિયાન આફ્રિકન બોલર બ્યૂરેન હેંડ્રિક્સ સાથે ચર્ચા દરમિયાન ખભો ટકરાયો હતો. તેના પછી સજા તરીકે આઇસીસીએ કોહલીને મેદાન પર દુર્વ્યવહાર માટે તેના અનુશાસનાત્મક રેકોર્ડમાં એક નેગેટિવ પોઇન્ટનો ઉમેરો કર્યો છે. કોહલીની આ હરકત બાદ આઇસીસીએ કોડ ઓફ કંડક્ટ અનુસાર લેવલ-1નો દોષી ઠેરવ્યો છે.
કોહલીને ચેતવણી પણ આપવામાં આવી છે. આ સાથે જ તેને એક નેગેટિવ અંક પણ આપવામાં આવ્યો છે. સપ્ટેમ્બર 2016માં આઇસીસીએ નવા નિયમોના લાગૂ થયા બાદ આ એવો ત્રીજો મોકો છે જ્યારે કોહલીના રેકોર્ડમાં નેગેટિવ પોઇન્ટ જોડાવામાં આવ્યો છે. ખરેખર રવિવારે રમાયેલ મેચમાં ભારતની ઇનિંગ દરમિયાન વિરાટ કોહલી બ્યૂરેન હેંડ્રિક્સના બોલ પર રન માટે દોડી રહ્યો હતો, ત્યારે જ હેંડ્રિક્સ તેના રસ્તામાં આવી ગયો. આ પર વિરાટે હેંડ્રિક્સને પાછો ધકેલતા કિનારા પર કરી દીધો હતો.
ભારતીય કેપ્ટને પોતાનો ગુનો સ્વિકારી લીધો છે અને તેને આપવામાં આવેલી સજાને મંજૂર પણ કરી લીધી છે. માટે આ મામલે ઔપચારિક સૂનાવણીની જરૂરીયાત નથી. આ મામલે મેદાન પર હાજર અમ્પાયરોએ નીતિન મેનન અને સીકે નંદન સિવાય ત્રીજા અમ્પાયર અનિલ ચૌધરી અને ચોથા અમ્પાયર ચેટ્ટીહોડી શમુશુદ્દીને આરોપ લગાવ્યા હતાં.
વિરાટ કોહલીને હવે જાન્યુઆરી 2020 સુધી સાવધાન રહેવું પડશે કે તેના પર હવે આ પ્રકારનો કોઇ આરોપ ના લાગે. અન્યથા આઇસીસી તેને નિલંબિત કરી શકે છે. તેની પાસે 3 ડિમેરિટ પોઇન્ટ છે. જ્યારે એક ખેલાડીના 24 મહિનામાં 4 અથવા તેથી વધુ ડિમેરિટ પોઇન્ટ થઇ જાય છે તો તે નિલંબનમાં બલદાઇ જાય છે અને ખેલાડી પર પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે.
બે નિલંબન પોઇન્ટનો અર્થ છે એક ટેસ્ટ અથવા બે વન-ડે અથવા બે ટી-20 રમવા પર પ્રતિબંધ. આ તેના પર નિર્ભર કરે છે કે, આમાથી કઇ મેચ પહેલા રમાવાની છે. 2016માં સંશોધિત કોડ ઓફ કંડક્ટ આવ્યો હતો, માટે વિરાટ કોહલીને લગભગ 4 મહિના સુધી સતર્ક કહેવું પડશે. આચાર સંહિતામાં અપરાધના ચાર સ્તર છે, દરેક સ્તરનો નિશ્ચિત ડિમેરિટ અંક છે. એક વખત કોઇ ખેલાડીને ડિમેરિટ અક આપી દેવામાં આવે છે તો આ 24 મહિના સુધી રેકોર્ડમાં રહે છે. જો કોઇ ખેલાડીને 4ના સ્થાને 8 ડિમેરિટ અંક મળી જાય છે તો પ્રતિબંધને બે ગણો કરી દેવામાં આવે છે.