વિદેશી પ્રવાસ પર ક્રિકેટરોના પરિવારને સાચવવું બીસીસીઆઇ માટે બન્યું માથાનો દુખાવો
વિદેશ પ્રવાસ પર પત્ની, બાળકો અને કુટુંબીજનો સાથે જતા ભારતીય ક્રિકેટરોને લઇને બીસીસીઆઇ સામે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. ભારતીય કેપ્ટ્ન વિરાટ કોહલી કિવિઝ સામેની વનડે સિરીઝ 3-0 થી જીત્યા પછી અત્યારે પોતાની પત્ની અનુષ્કા શર્મા સાથે વેકેશન માણી રહ્યો છે. અનુષ્કા પહેલા ટીમ સાથે ઓસ્ટ્રેલિયા ગઈ હતી અને તેના પછી ટીમ સાથે ટ્રાવેલ કરતા ન્યુઝીલેન્ડ પણ ગઈ હતી. અનુષ્કા શર્મા સિવાય બીજા ક્રિકેટર્સની પત્ની અને પરિવાર પણ ટીમ સાથે ટ્રાવેલ કરી રહ્યા હતા. તેવામાં BCCI લાંબા વિદેશ પ્રવાસ દરમિયાન તેમને મેનેજ કઈ રીતે કરવા તેને લઈને મૂંઝવણ મૂકાઈ ગયું છે.
સૂત્રો અનુસાર BCCIએ ઓસ્ટ્રેલિયામાં અમુક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો, જેમકે ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને તેમના પરિવારના ટ્રાન્સપોર્ટનું ધ્યાન રાખવું, કારણકે તે બધાનો કુલ આંક 40 જેટલો થતો હતો. બોર્ડે તેમના માટે 2 બસ ભાડે લીધી હતી, તેમ છતાં તેમને મેનેજ કરવા અઘરા પડી ગયા હતા.
ક્રિકેટર્સનો પરિવાર તેમની સાથે ટ્રાવેલ કરી રહ્યો છે તે 2018માં પણ ચર્ચાનો વિષય બની ગયો હતો. ગયા વર્ષે વિરાટ કોહલીએ BCCIને કહ્યું હતું કે વાઈફ અને ગર્લફ્રેંડ (WAGS)ને ટીમ સાથે ટ્રાવેલ કરવાની પરમિશન મળવી જોઈએ. BCCIએ એક ટુર વખતે પત્નીને ક્રિકેટર સાથે 10 દિવસ રહેવાની છુટ આપી હતી. પરંતુ બોર્ડ હજી લોજિસ્ટિક મેનેજમેન્ટનો ઉકેલ લાવી શક્યું નથી.
બોર્ડને વધુ ખર્ચો તો નથી આવી રહ્યો કારણકે ખેલાડીઓ તેમના પરિવારનો ખર્ચો પોતે ઉપાડે છે પરંતુ તેમને મેનેજ કરવા બોર્ડ માટે મુશ્કેલીરૂપ થઈ ગયું છે. BCCIના એક ઓફિશિયલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “જો ટીમ ઓછા સદસ્ય સાથે ટ્રાવેલ કરે તો અમારું કામ સહેલું થઇ જાય છે, કારણ કે ટિકિટથી લઈને રૂમ બુકિંગની તમામ જવાબદારી BCCIની હોય છે.