ગુજરાત

રાંધેલો તૈયાર ખોરાક ખુલ્લો રાખીને વેચી શકાશે નહીં : રૂ.2 લાખ સુધીના દંડને પાત્ર ગુનો

ખુલ્લો રાંધેલો ખોરાક વેચવો એ ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળના ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ (લાયસન્સીંગ એન્ડ રજીસ્ટ્રેશન ઓફ ફુડ બિઝનેશ) રેગ્યુલેશન 2011ના શિડ્યુલ-4 ના ભાગ-1ના નિયમ નંબર 17નો ભંગ છે. જે કલમ-58 મુજબ રૂ.2 લાખ સુધીના દંડને પાત્ર ગુનો છે. આથી કોઇપણ પ્રકારે ખુલ્લો ખોરાક વેચનાર ફુડ બિઝનેશ ઓપરેટર સામે એક્ટની જોગવાઇના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ કમિશનર ઓફ ફુડ સેફ્ટી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

રાજ્યમાં ખાદ્યચીજ વસ્તુઓનો વેપાર કરતાં તમામ ફુડ બિઝનેશ ઓપરેટરો હવેથી દુકાન, લારી-ગલ્લા, રેસ્ટોરન્ટ કે હોટલ વિગેરે જગ્યાએ કોઇપણ પ્રકારનો તૈયાર રાંધેલો ખોરાક ખુલ્લો રાખીને વેચી શકશે નહીં. ખોરાકને સુવ્યવસ્થિત રીતે ઢાંકીને જ આરોગ્યપ્રદ સ્થિતિમાં સંગ્રહ તથા વેચાણ કરવાનો રહેશે. રૂ.2 લાખ સુધીના દંડને પાત્ર ગુનો

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button