મનોહર પાર્રિકરના બેડરૂમમાં રાફેલની ગુપ્ત ફાઈલો, રાફેલ પર કોંગ્રેસની ઓડિયો ક્લિપ
વર્ષ 2019ના પ્રથમ ઇન્ટરવ્યુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. જેનો પલટવાર કરતા કોંગ્રેસે રાફેલ ડીલ મુદ્દે નવો ઘટસ્ફોટ કર્યો છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલે બુધવારે એક ઓડિયો ક્લીપ બહાર પાડી હતી. જેમાં સુરજેવાલાએ દાવો કર્યો છે કે, થોડા દિવસ પહેલા ગોવાની કેબિનેટની બેઠકમાં રાફેલ મુદ્દે ભારે હોબાળો થયો હતો, જેમાં મનોહર પાર્રિકરે કહ્યું કે, “તમામ ફાઈલો તેમની પાસે છે, કોઈ તેમનું કોઈ કંઈ બગાડી નહિ શકે”
કોંગ્રેસ નેતા સુરજેવાલે ગોવાનાં સ્વાસ્થ્યમંત્રી વિશ્વજીત રાણે સાથેની વાતચીતની એક ઓડિયો ક્લીપ બહાર પાડી હતી, જેમાં મનોહર પાર્રિકર પાસે રાફેલ મામલે એવું કયું રહસ્ય છે, આ ફાઈલોમાં કોઈ કૌભાંડ છે કે શું? સુરજેવાલાએ ગોવાનાં મંત્રી કોની સાથે વાત કરી રહ્યાં છે તેની સ્પષ્ટતા કરી નથી.
કોંગી નેતાએ કહ્યું કે, રાષ્ટ્રીય સુરક્ષા અને રાફેલ ખરીદીનાં ગોટાળાનાં મામલે BJPનાં મુખ્યમંત્રી અને પૂર્વ રક્ષા મંત્રીએ કહેલી આ વાત રાફેલ કૌભાંડ અંગેની સ્પષ્ટતા કરે છે કે, રાફેલમાં દરેક ક્ષેત્રે ગોટાળો કરવામાં આવ્યો છે જેનાં માટે ચોકીદાર જ જવાબદાર છે. સુરજેવાલાએ કહ્યું કે, જ્યારે 10 એપ્રિલ,2015ના રોજ ફ્રાંસમાં રાફેલ ડીલ અંગેની જાહેરાત થઈ હતી, ત્યારે રક્ષા મંત્રી ગોવામાં માછલી ખરીદી રહ્યાં હતા .બહાર પાડેલી ઓડિયો ક્લીપમાં શું છે?