કોંગ્રેસ આદિવાસીઓના નામે ખોટી રાજનીતિ બંધ કરે – ગણપત વસાવા
ગુજરાત વિધાનસભાના સત્રનો આજે 4થો દિવસે છે. ત્યારે આજે ઘણા વિધેયક પણ સરકાર સદનમાં મૂકી અને બહુમતીથી પાસ કરાવી અને વ્યવસ્થામાં મૂકશે. આજે વિધાનસભામાં બીજેપી અને કોંગ્રેસના MLAની પ્રશ્નોતરી થઈ જેમાં બીજેપીએ પોતાની સરકારના વખાણ કર્યા તો સામે પક્ષે કોંગ્રેસે પણ પોતાના વિસ્તારોના કામમાં સરકાર દ્વારા પક્ષપાત થવાનો આરોપ લગાવ્યો. સદનમાં કોંગ્રેસના આદિવાસી ધારાસભ્યો દ્વારા આદિવાસી પ્રજાના પ્રશ્નોનો અવગણના સાથે સરકાર એમની જમીન લઈ લઈ લેવાની ફરિયાદો ઉઠી છે. આ સિવાય આદિવાસી યુવાનોને જાતિના પ્રમાણપત્રમાં અન્યાય થતો હોવાની માંગણી સાથે ધારાસભ્યો એક પછી એક સદનમાં રજુઆત કરી.
સરકાર પાસે ન્યાયની માંગણી સાથે આદિવાસી નેતાઓનો અવાજ સરકાર દબાવી રહી છે સહિતના આરોપ લગાવ્યા હતા. સમગ્ર મુદ્દે સરકારના આદિવાસી નેતા અને વન પર્યાવરણ મંત્રી
ગણપત વસાવાએ કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા જણાવ્યું કે કોંગ્રેસના આદિવાસી ધારાસભ્યોને કોંગ્રેસના જ ધારાસભ્યો બોલવાનો સમય આપતા નથી. કોંગ્રેસના જે આદિવસી MLA એ ખોટા આરોપો લગાવી આદિવાસી પ્રજાને ચૂંટણીમાં ભરમાવા નો પ્રયત્ન કરી રહ્યા છે.
https://www.youtube.com/watch?v=7yxNPFFp38g&feature=youtu.be
ભારત માલા પ્રોજેકટ અંગે લગાવેલ આક્ષેપ ઉપર જવાબ આપતા એમણે જણાવ્યું કે સરકાર અને વિજય રૂપાણીએ કહ્યું છે આ ભારત માલા પ્રોજેકટ હાલ સ્થગિત રખાયો છે. હાલ જમીન સંપાદન કરવામાં નઇ આવે. કોંગ્રેસ લોકો દ્વારા આ જૂઠાના ફેલાવી રહ્યા છે અમે આદિવાસી લોકો માટે હમેશ કામ કર્યું છે. આઝાદી પછી ની આજ કોંગ્રેસ ની કેન્દ્ર સરકારે આદિવસીઓની જમીન ઉપર ખોટી રીતે કબ્જો કરી મફત ના ભાવે જમીન પડાવી લીધી એટલે કોંગ્રેસ આદિવાસી ઓના નામે ખોટી રાજનીતિ બંધ કરે. કોંગ્રેસ એમની સરકાર હતી ત્યારે 50 અને 60 રૂપિયામાં આદિવાસી પ્રજાની જમીન પડાવી લીધી હતી.
હાલ જે પ્રમાણપત્રની ખોટી વાતો ફેલાવી કોંગ્રેસના નેતાઓ જે જુઠાણું ફેલાવી રહ્યા છે. સરકાર કોઈ પણ આદિવાસી વિધાર્થીને અન્યાય નઇ થવા દે સરકાર ના નિર્ણય થી જે રાઠવા આદિવાસી પ્રજાતી છે એમાં 2 ટાઈપ ની પ્રજા આવે છે એટલે કે પુરા દાખલા અને સર્ટી ફિકેટ ચેક કરીને જ એમને દાખલો આપવમાં આવશે એટલે જે સાચા આદિવસીઓ છે એમને ક્યારેય અન્યાય નઈ થાય