મુખ્યમંત્રીના શપથ ગ્રહણમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન, સામેલ થશે ઘણાં નેતા
મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીગઢના મુખ્યમંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ 17 ડિસેમ્બરે થશે. જણાવી દઇએ કે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના સીએમના નામની ઘોષણા થઇ ચૂકી છે. પરંતુ છત્તીસગઝના સીએમ કોણ હશે તેને લઇને હાલ પણ કોંગ્રેસમાં કોઇ નિર્ણય લેવાયો નથી.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે રાજસ્થાનના સીએમના નામ પર મોહર લગાવી દીધી છે. અશોક ગેહલોતને સીએમની જવાબદારી આપવામાં આવી છે. જ્યારે સચિન પાયલટને ડે.સીએમનું પદ આપવામાં આવ્યું છે. જ્યારે દિગ્ગજ નેતા કમલનાથ મધ્ય પ્રદેશના સીએમ હશે. મધ્યપ્રદેશમાં કોઇ ડે.સીએ નથી.
ત્રણેય રાજ્યમાં શપથ ગ્રહણ સમારોહના બહાને કોંગ્રેસ વિપક્ષી દળોની સાથે શક્તિ પ્રદર્શન કરશે. શપથ ગ્રહણ સમારોહમાં વિપક્ષના કેટલાક નેતાઓની પહોંચી શકે છે. પાર્ટી સમાન વિચારધારા વાળા દળને આમંત્રણ મોકલશે. કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વ દરેક વિપક્ષી પાર્ટીઓના નેતાઓથી સંપર્ક કરશે. નેતાથી આવનાર ભલામણ કરી છે. પરંતુ નેતા ન આવી શકે તો તેમનો પ્રતિનિધિ મોકલી દે.