ગુજરાતમાં લુણાવાડા તાલુકાના ગઢ ગામમાં વનવિભાગ દ્રારા વાઘ હોવાની વાતને સમર્થન
ગુજરાતમાંથી પચ્ચીસેક વર્ષ પહેલા લુપ્ત થયેલા વાઘ મહીસાગર વિસ્તારમાં ફરી જોવા મળ્યો. ત્યારે હવે વન વિભાગના નાઈટ વિઝન કેમેરામાં કેદ થયો છે.જેને લઈને વન વિભાગે પણ વાઘ હોવાની પુષ્ટિ આપી છે. મહીસાગરમાં વાઘના પગલાં મળ્યા હોવાનો દાવો વનવિભાગે કર્યો છે. વન વિભાગના અધિક મુખ્ય સચિવ રાજુ ગુપ્તાએ મહીસાગરમાં વાઘ હોવાનો સ્વીકાર કર્યો છે જ્યાં પગલાં વાઘના હોવાના પુરાવા સાથે જ વનવિભાગે હાથે લાગતાં જ વધુ તપાસ હાથ ધરી છે. મહીસાગર જિલ્લામાં વાઘ આવ્યો હોવાનું જાણ્યા બાદથી જ ફોરેસ્ટની ટીમ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. ત્યારે મહીસાગર જિલ્લામાં વાઘ હોવાના સમાચાર બાદ આજે ચોથા દિવસે વન વિભાગને સફળતા સાંપડી હતી.વન વિભાગને જંગલમાં એક ગુફા મળી આવી છે, જે વાઘને રહેવા માટે એકદમ અનુકૂળ છે તેવી વાત વન વિભાગ દ્વારા જણાવવામાં આવી છે. જોકે, ગુફામાં વાઘ હોવાના કોઈ પુરાવા હાથ નથી લાગ્યા, તેમજ ગુફા પણ અંદર ઊંડી છે. તેથી હાલ માત્ર શક્યતા સેવાઈ રહી છે.
મહિસાગર સહિત પંચમહાલ જિલ્લાનો ફોરેસ્ટ વિભાગનો સ્ટાફ જંગલમાં ખડકી દેવામાં આવ્યો છે. લુણાવાડા તાલુકાના ગઢ ગામના જંગલમાં 200 ઉપરાંતનો સ્ટાફ ખડકી દેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. મહીસાગર જિલ્લામાં 62000 હજાર હેક્ટર વિસ્તારમાં જંગલ આવેલું છે. જેમાં ગઢ ગામથી સંતરામપુર સુધીના સંતના જંગલ વિસ્તાર સુધીનો તપાસ માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા મહત્વનો ગણી ફોરેસ્ટ વિભાગ દ્વારા કામગીરી હાથ ધરાઈ છે.
જિલ્લાનો સમગ્ર ફોરેસ્ટનો 200 ઉપરાંતનો સ્ટાફ અલગ અલગ 11 તેમજ સંતરામપુરના જંગલ વિસ્તારમાં ફોરેસ્ટની 11 ટીમો ખડકી શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. જોકે સ્થાનિકો દ્વારા વાઘ છે કહેવામાં આવી રહ્યું છે અને ઘણીવાર વાઘ જોવા પણ મળ્યો છે ત્યારે વનવિભાગ દ્વારા જંગલમાંથી મળી આવેલા પુરાવા લેબોરેટરીમાં મોકલી આપ્યા છે ત્યારે આ લેબોરેટરીનો રિપોર્ટ હજુ પણ બે દિવસ લાગશે તેમ ફોરેસ્ટ વિભાગ અધિકારી આર.વી. પટેલ જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા એક શિક્ષકને જંગલમાંથી પસાર થતા સમયે વાઘ દેખાયો હતો. જેની તસવીર તેમણે પોતાના મોબાઈલમાં કેદ કરી હતી.