‘હા મૈં નશે મેં હું’, નશામાં ધૂત પોલીસ હેડ કોન્સ્ટેબલે કરી કબૂલાત, જુઓ સનસનીખેજ Video
એકબાજુ ગુજરાત સરકાર અને પોલીસ અધિકારીઓ નશાબંધી કાયદાના ચુસ્ત અમલના દાવા કરી રહ્યા છે, બીજી બીજુ દેશી વિદેશી દારૂની રેલમછેલ થઈ રહી છે. ચીક્કાર દારૂ પી ને નશામાં ધૂત પોલીસ હેડ કોન્સ્ટેબલ કબુલાત કરી રહ્યો છે કે હા મૈં નશે મેં હું.
https://www.youtube.com/watch?v=CH6f0qsamYo&feature=youtu.be
અમદાવાદ ના સાયન્સ સિટી રોડ પર આવેલા ટ્રાફિક એ ડીવીઝનની ટોઈંગ વાને ટુ વ્હીલર્સ ટો કરવાની કામગીરી શરૂ કરી હતી. ટોઈંગવાનના ઈન્ચાર્જ પોલિસ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્ર પાટીલ અને ટીમે કેટલાક ટુ વ્હીલર ટો કરતાં લોકો અને વેપારીઓ રોષે ભરાયા હતા. લોકોએ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્ર પાટીલ સાથે રકઝક કરતાં માલુમ પડ્યું હતું કે પોલિસ જવાન જ ચીક્કાર દારુ પીધેલી હાલતમાં છે.
આ દરમિયાન લોકોનો રોષ ફેલાતાં ટોઈંગ વાનના કર્મચારીઓ ટોઈંગ વાન મુકી ફરાર થઈ ગયા હતા. જ્યારે ટોળાએ નશામાં ધૂત અને લથડીયા ખાતા પોલિસ જવાનને ઘેરી લીધો હતો. લોકોએ નશામાં ધૂત પોલિસ જવાન નો વિડિયો વાયરલ કર્યો હતો. ખુદ નશામાં ધૂત પોલિસ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્ર પાટીલ કબુલાત કરી રહ્યો છે કે, હા મૈં નશે મેં હું. પોલિસ હેડ કોન્સ્ટેબલ ની કબુલાત ગુજરાત સરકાર અને ગુજરાત પોલિસના ચુસ્ત નશાબંધીના અમલના દાવાઓના ધજ્જિયા ઉડાવી દીધા હતા.