ગુજરાત
ગુજરાતમાં 5 દિવસ કોલ્ડવેવની આગાહી
હિમાચલ અને કાશ્મીર વિસ્તારમાં ભારે હિમવર્ષાને કારણે, આગામી પાંચ દિવસ કોલ્ડવેવનું જોર વધશે. તેમજ ઉત્તર-પૂર્વીય ઠંડા પવનોને કારણે ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગે
આગાહી કરી છે. ગુરુવારે રાજ્યમાં 6.0 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર બન્યું હતું. દિવસ દરમિયાન ચાલુ રહેલાં ઠંડા પવનોને કારણે ઠંડીમાં વધારો થયો હતો.