
ઉત્તર પ્રદેશના બરેલીમાં શુક્રવારની નમાજ પછી ધમાલ મચી હતી. આ મુદ્દે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, ગઈકાલે બરેલીમાં એક મૌલાના ભૂલી ગયા હતા કે રાજ્યમાં સત્તા કોની છે. તેઓ વિચારતા હતા કે તેઓ મરજીથી કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડી શકે છે. પરંતુ અમે સાફ કરી દીધું કે ન નાકાબંધી કે ન કરફ્યુ લગાવવો પડ્યો.
મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે અમે એવો પાઠ ભણાવીએ છીએ કે ભવિષ્યની પેઢીઓને રમખાણો કરતા પહેલા બે વાર વિચારવા મજબૂર કરશે. “કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો આ કેવો રસ્તો છે? 2017 પહેલા ઉત્તર પ્રદેશમાં આ બધું સામાન્ય હતું પરંતુ અમે 2017 પછી અમે કરફ્યુ શુદ્ધાં નથી લગાવા દીધો. ઉત્તર પ્રદેશના વિકાસની વાત અહીંથી શરૂ થાય છે.
મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે અગાઉની સરકારોમાં, તોફાનીઓને મુખ્યમંત્રીના નિવાસસ્થાને બોલાવીને તેમનું સન્માન કરવામાં આવતું હતું. તોફાનીઓને ટ્રીટ આપવામાં આવતી હતી, અને સરકાર વ્યાવસાયિક ગુનેગારો અને માફિયાઓને સલામ કરતી હતી. સત્તામાં રહેલા લોકો તેમના કૂતરાઓ સાથે હાથ મિલાવતા હતા. તમે એવા ઘણા દ્રશ્યો જોયા હશે જ્યાં સત્તાના વડા માફિયાના કૂતરાઓ સાથે હાથ મિલાવવામાં ગર્વ અનુભવતા હતા.
આ પણ વાંચો, http://ગુજરાતને દિવાળીની ભેટ: આજે સુરત ખાતેથી દોડશે પ્રથમ ‘અમૃત ભારત એક્સપ્રેસ’ ટ્રેન
