National

‘ત્રિશૂલ મસ્જિદમાં શું કરી રહ્યું છે, મસ્જિદ કહીશું તો વિવાદ થશે..’ જ્ઞાનવાપી પર CM યોગી આદિત્યનાથે આપ્યું મોટું નિવેદન

ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલી જ્ઞાનવાપી અને કાશી વિશ્વનાથ મંદિરનો મુદ્દો છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચામાં છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ મામલે મોટું નિવેદન આપ્યું છે. હાલમાં જ્ઞાનવાપીના સર્વેને લઈને કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે જેના પર હાઈકોર્ટે આગામી 3 ઓગસ્ટે પોતાનો નિર્ણય આપશે. આ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ જ્ઞાનવાપી વિવાદ પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો તેને મસ્જિદ કહીશું તો વિવાદ થશે. સીએમ યોગીએ પૂછ્યું કે ત્રિશૂલ મસ્જિદની અંદર શું કરી રહ્યું છે. અમે તો તેને રાખ્યું નથી. એટલું જ નહીં તેમણે કહ્યું કે મુસ્લિમ પક્ષે આ મુદ્દે આગળ આવવું જોઈએ. અને કહેવું જોઈએ કે આ ઐતિહાસિક ભૂલ થયેલી છે. આ ભૂલ માટે સમાધાન થાય તે અમે ઈચ્છિએ છીએ.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જ્ઞાનવાપી અને કાશી વિશ્વનાથ મંદિર વિવાદન પર મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે જેને ભગવાને દૃષ્ટિ આપી છે, તે જોવે કે મસ્જિદમાં ત્રિશુલ શું કરે છે જ્યોતિર્લિંગ છે, ભગવાનની મૂર્તિઓ છે દિવાલો બૂમો પાડીને શું કહી રહી છે. ઐતિહાસિક ભૂલ થઈ છે તે અંગે મુસ્લિમ સમાજ તરફથી દરખાસ્ત આવવી જોઈએ અને તેનો ઉકેલ લાવવો જોઈએ. સીએમ યોગીએ કહ્યું કે તેઓ છેલ્લા છ વર્ષથી યુપીની કમાન સંભાળી રહ્યા છે. પરંતુ છેલ્લા 6 વર્ષથી કોઈ હિંસા થઈ નથી. વિરોધ પક્ષોના નવા નામ I.N.D.I.A. પર પણ સીએમ યોગીએ પ્રતિક્રિયા આપી અને કહ્યું કે INDIAની વાત ન કરવી જોઈએ. કપડા બદલવાથી પાછલા કર્મોમાંથી મુક્તિ મળતી નથી.

સીએમ યોગી આદિત્યનાથે અન્ય એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, દેશ આસ્થા અને ધર્મથી નહીં પરંતુ બંધારણથી ચાલશે. હું ભગવાનનો ભક્ત છું, પણ કોઈ દંભમાં માનતો નથી. તમે તમારી રીતે તમારો મત અને ધર્મ રાખશો. તમારા ઘરમાં હશે. તે તમારી મસ્જિદ, પૂજા સ્થળ સુધી હશે. શેરીમાં પ્રદર્શન કરવા માટે નહીં અને તમે કોઈ બીજા પર દબાણ કરી શકો નહીં. જો કોઈને દેશમાં રહેવું હોય તો તેણે રાષ્ટ્રને સર્વોપરી માનવું જોઈએ, પોતાના મત અને ધર્મને નહીં.

આ દરમિયાન સમાજવાદી પાર્ટીના સાંસદ એસ.ટી.હસને કહ્યું હતું કે છેલ્લા 350 વર્ષોથી જ્ઞાનવાપી મસ્જિદમાં નમાઝ પઢાવામાં આવી રહી છે. આ મુદ્દે વિવાદ કરવાની કોઈ જરૂર જ નથી. આ લોકો દેશને ક્યાં લઈ જવા માગે છે? 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ આવા મુદ્દાઓ ઊઠાવવામાં આવી રહ્યા છે. એવી અનેક મસ્જિદો છે જેને લઈને વિવાદ છે? તો પછી આ મુદ્દો ક્યાં જઈને રોકાશે?

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button