સીએમ વિજય રૂપાણીએ ગોંડલ ચોકડી બાયપાસ પર બ્રિજનું કર્યું ભૂમિપૂજન
ગોંડલ ચોકડી પર ઓવરબ્રિજનું ભૂમિપૂજન આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરાયું હતું. વિજય રૂપાણી સાથે કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા પણ હાજર રહેશે. ફ્લાય ઓવરબ્રિજના પ્રોજેક્ટને 2 મહિના પહેલા મંજુરી આપવામાં આવી હતી. જે પ્રોજેક્ટ આગામી 18 મહિનામાં પુરો કરવામાં આવશે.
નેશનલ હાઇવે ગોંડલ રોડ ચોકડી ખાતે દિવસમાં અનેક વખત ટ્રાફિક સમસ્યા ઊભી થાય છે. આ સમસ્યા હલ કરવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ અહીં એલિવેટેડ ઓવરબ્રિજ બનાવવાનું નક્કી કર્યું હતું. રૂપિયા 88.53 કરોડના ખર્ચે બનનાર આ બ્રિજનું ભૂમિપૂજન મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. આ બ્રિજ 18 માસમાં પૂરો કરવા માટે કોન્ટ્રાક્ટર સાથે કરાર કરવામાં આવ્યા છે. તેથી આગામી 18 માસમાં આ ચોકડી પરથી પસાર થતા વાહનચાલકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે.
https://www.youtube.com/watch?v=70y-l7aWHsU&feature=youtu.be
નેશનલ હાઇવે ઓથોરિટી ગોંડલ રોડ ચોકડી ખાતે 1.20 કિ.મી.ની લંબાઇનો 6 માર્ગીય એલિવેટેડ બ્રિજ બનશે. આ બ્રિજ 6 સિંગલ અને 16 ડબલ પિલર પરબનાવવામાં આવશે. રાજકોટથી અમદાવાદ જવા માટે 7.50 મીટરનો અલગ રસ્તો આપવામાં આવશે.તેમજ ગોંડલથી રાજકોટ અંદર ગોંડલ રોડ તરફ જવા માટે એક નાનો અંડર પાસ પણ બનશે.