સીએમ રમન સિંહે આપ્યું રાજીનામું, હારની લીધી જવાબદારી
છત્તીસગઢમાં કોગ્રેસને પાછળ 15 વર્ષથી સત્તા પર બીજેપીને ઝટકો પડ્યો છે. રૂઝાન અને પરિણામોમાં કોંગ્રેસને અંહી બહુમત મળતો નજરે પડી રહ્યો છે. આ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ડૉ. રમનસિંહે હારની નૈતિક જવાબદારી લ લેતા રાજ્યપાલને પોતાનું રાજીનામું આપી દીધું છે.
નવા પરિણામોને લઇને મીડિયાને તેમની પહેલી પ્રતિક્રિયા આપતા રમનસિંહે કહ્યું મે વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની હારની નૈતિક જવાબદારી લવું છું. કારણકે આ ચૂંટણી મારા નેતૃત્વમાં લડવામાં આવી હતી. આશા છે કે ચૂંટણીમાં જનતાથી કરવામાં આવેલા વાયદા કોંગ્રેસ નીભાવશે.
રમનસિહે કોંગ્રેસને જીતની શુભેચ્છા પાઠવતા કહ્યું કે રાજ્યમાં અમે એક સશક્ત વિપક્ષ ભૂમિકા નીભાવીશું અને પ્રદેશના વિકાસ માટે કાર્ય કરીશું. કોંગ્રેસને જીતની શુભેચ્છા. અમારા તરફથી ચૂંટણી દરમ્યાન ક્યાં કમી રહી ગઇ છે તેની પર આગળ જોઇશું. જોકે, રમનસિંહે તેને કેન્દ્ર સરકારના કામકાજ પર જનમત સંગ્રહ માનવાથી ઇન્કાર કરી દીધો. રમનસિંહ આ દરમ્યાન જણાવ્યું કે તેમને રાજ્યપાલ આનંદી બેન પટેલને તેમનું રાજીનામું સોંપી દીધું છે.
આ વચ્ચે ચૂંટણી પંચથી મળેલા આંકડા મુજબ રાજ્યની 90માંથી 65 વિધાનસભા સીટો પર કોંગ્રેસના ઉમેદવાર જીતી ચૂક્યા છે તેમજ આગળ ચાલી રહ્યા છે. જ્યારે બીજેપી 16 સીટ પર આગળ છે. બીએસપી સહિત અન્ય પાર્ટીઓના કેન્ડિડેટ 9 સીટો પર આગળ ચાલી રહી છે.