CM ભૂપેન્દ્ર પટેલે કરી દિવાળીની ઉજવણી, પૌત્રને ફટાકડા અપાવવા માટે તોડ્યો પ્રોટોકોલ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાનું સાદગી ભર્યું જીવન જીવવા માટે જાણીતા છે. ફરી એક વખત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સાદગીનું ઉદાહરણ જોવા મળ્યું છે. દિવાળીના તહેવારને લઇને પૌત્રને સાથે લઇને તેને ફટાકડા આપવા માટે ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. આ દરમિયાન પ્રોટોકોલ પણ તોડ્યો હતો.
પ્રોટોકોલ તોડી પૌત્રને ફટાકડા અપાવવા માટે પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ક્યારેક ચાની દુકાન પર ચાની ચુસ્કી લેતા જોવા મળે છે તો ક્યાંક લોકોની વચ્ચે આવીને તેમના ખબર અંતર પૂછતા જોવા મળે છે. દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના પરિવાર માટે પ્રોટોકોલ તોડ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાડી લઇને પૌત્રને ફટાકડા આપવા માટે ફટાકડાની દુકાનમાં પહોંચ્યા હતા.
મુખ્યમંત્રીએ પૌત્ર સાથે કરી દિવાળીની ઉજવણી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પૌત્ર સાથે ફટાકડા ફોડતા પણ જોવા મળ્યા હતા. CM ભૂપેન્દ્ર પટેલ હાથમાં ફૂલજરી લઇને ફટાકડા ફોડતા જોવા મળ્યા હતા.