Site icon Time News

ચીનના રાષ્ટ્રપતિએ એરપોર્ટ પર ટ્રમ્પનું સ્વાગત કર્યુ:પહેલીવાર વિદેશી નેતાના સ્વાગતમાં પ્રોટોકોલ તોડ્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન પહોંચતાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ પોતે એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. શેનઝેન એરપોર્ટ પર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર શી જિનપિંગ ટ્રમ્પને ભેટી પડ્યા હતા.

જિનપિંગ પહેલીવાર પ્રોટોકોલ તોડીને કોઈ વિદેશી નેતાનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા હતા. તેને ટ્રમ્પના ચીન પ્રવાસ અને બંને દેશોના સંબંધોના મહત્વ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.

ટ્રમ્પ APEC સમિટમાં સામેલ થશે. આ દરમિયાન તેમની જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક પણ યોજાવાની છે. બંને નેતાઓ વચ્ચે વેપાર, ટેરિફ, ચીન તરફથી અમેરિકન કૃષિ ઉત્પાદનોની ખરીદી અને રેર અર્થ સપ્લાય જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.

ટ્રમ્પની આવતીકાલે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને જિનપિંગ સાથે ત્રિપક્ષીય બેઠક યોજાશે. ચીનના વિદેશ મંત્રાલય અનુસાર તેમાં વૈશ્વિક શાંતિ, યુક્રેન યુદ્ધ, વેપાર અને દુનિયામાં વધી રહેલા તણાવ જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે.

આ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બુધવારે ચીનના શેનઝેનમાં લગભગ 2 કલાક સુધી વાતચીત કરી. આ દરમિયાન જિનપિંગે પુતિનને પોતાના જૂના મિત્ર ગણાવ્યા. છેલ્લા 13 વર્ષમાં બંને નેતાઓની આ 50મી મુલાકાત હતી.

Exit mobile version