ગુજરાતમાં ચોમાસા દરમિયાન મલેરિયા-ચિકનગુનિયા, ડેન્ગ્યુના કેસમાં વધારો થયો

ગુજરાતમાં ચોમાસા દરમિયાન મલેરિયા-ચિકનગુનિયા, ડેન્ગ્યુના કેસમાં વધારો થવાનો ક્રમ આ વર્ષે પણ યથાવત રહ્યો છે. ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં મલેરિયા-ડેગ્ન્યુ જેવા મચ્છરજન્ય અને કોલેરા-હિપેટાઇટિસ જેવા પાણીજન્ય રોગના દર્દીઓની સંખ્યા સતત વધી છે. છેલ્લા 4 વર્ષમાં રાજ્યમાં ડેન્ગ્યુ-મલેરિયાના 56 હજારથી વધુ કેસ નોંધાયા છે.
છેલ્લા 1 મહિનામાં અસારવા સિવિલમાં ડેન્ગ્યુના 34, સાદા મલેરિયાના 7, ટાઇફોઇડના 4 અને ચિકનગુનિયાના 5 કેસ નોંધાયા છે. ઉપરાંત વાયરલ ફિવરની સમસ્યા સાથે આવતા દર્દીઓ પણ વધ્યાં છે. તો સોલા સિવિલમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન ડેગન્યુના 14 અને ચાલુ અઠવાડિયામાં 47 દર્દીઓ નોંધાયા છે.

ચોમાસાની સીઝનમાં રેસ્ટોરેન્ટ કે લારી-ગલ્લામાં ભોજન લેવાનું ટાળવું અને પાણીને ઉકાળીને પીવાની ડોક્ટરોએ અપીલ કરી છે.