મેડિકલ રથનું આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ
સરકાર પ્રજા સુખાકારીના પગલાં લેવા માટે હમેશ અગ્રેસર રહી છે. તે પછી 108 હોય કે મહિલા અભયમ કે પછી પશુ હેલ્પ માટે 1061 કે પછી અસંગઠિત ક્ષેત્ર માં કામ કરતા મજૂર હોય દરેક માટે સ્વાસ્થ્ય સેવા મળી રહે તેમજ એમની આરોગ્ય સુખકરી જળવાઈ રહે એ માટે પ્રયત્નશીલ રહી છે. જે અંતર્ગત રાજ્ય શ્રમ અને રોજગાર દ્વારા ચાલતા ધનવનતરી રથ આરોગ્ય રથ કે જે બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા શ્રમિકોને તેમના બાળકોને બાંધકામના સ્થળે આરોગ્યની સેવા મળી રહે એ હેતુસર 26 ડિસેમ્બર 2015થી ધનવનતરી આરોગ્ય રથ 17 જેટલી મેડિકલ વાનની શરૂઆત વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવી હતી.
આજ દિન સુધી રાજય ના 9,18,657 શ્રમિકો આ આરોગ્ય રથની સેવા મેળવી ચુક્યા છે. આ શ્રમિકોને ઝાડા ઉલટી તાવ શરદી,લોહીની તપાસ વગેરે જેવી બીમારીનું વિના મૂલ્યે સ્થળ પર ચેક અપ કરી વિના મૂલ્યે સેવા પૂરી પાડી છે. આ સેવાનો વ્યાપ વધારવા તેમજ રાજ્યમાં બધીજ બાંધકામની સાઈટ તેમજ બીજી મેડિકલ અભાવ વાળા ક્ષેત્રોમાં પહોંચી વળવા માટે આજે રાજ્ય સરકાર દ્વારા બીજી 17 જેટલી નવી જીપીએસ સિસ્ટમ થી સજ્જ તેમજ અધતન સુવિધા તેમજ અનુભવી ડોકટર ની ટીમો સાથે મેડિકલ રથ નું આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્ય ના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે લોકપર્ણ કર્યું. આ સિવાય રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આલગ-અલગ ક્ષેત્ર કંપની અને કારખાનામાં કામ કરતા શ્રમ યોગીઓને એમની ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી માટે તેમજ સમય સુચકતા દ્વારા કંપનીનું નુકશાન તેમજ કામદારોના જીવ બચાવી બહાદુરીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. એમની આ કમગીરી માટે આજે રાજ્ય ની અલગ અલગ કંપનીમાં કામ કરતા 34 જેટલા કામદારો નું શિલ્ડ અને રોકડ આપી એમનું સન્માન કરવામાં આવ્યું.
આ સિવાય રાજ્ય ના મુખ્યમંત્રી વિજય રૂપાણી એમના સંબોધનમાં જણાવ્યું કે દેશના વિકાસ અને રાષ્ટ્ર નિર્માણમાં શ્રમ શક્તિને જવાન અને કિસાન શક્તિ પછીની ત્રીજી મહત્વપૂર્ણ શક્તિ ગણાવતા ગુજરાતને બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બનાવવામાં શ્રમિકોની સમજણ પરિશ્રમ અને મહેનત ને પાયારૂપ કહ્યા છે. તેમણે કહ્યું કે આ સન્માન એ શ્રમિકના પરિશ્રમ નું સન્માન છે અને દેશ આખો જયારે દેશના જવાનો કિસાનોની શક્તિ ને આજે બિરદાવે છે ત્યારે આ શ્રમિક સન્માન એ પણ રાઈટ ટાઈમ ફોર રાઈટ જોબ છે.