ગુજરાત

ગુજરાતના 19 IPSની કરાઇ બદલી, જાણો વિગતે

ગુજરાતના 19 આઈપીએસ અધિકારીને બઢતી સાથે બદલીના હુકમ ગૃહવિભાગ દ્વારા કરવામાં આવ્યા હતાં. જેમાં એટીએસમાં એસપી તરીકે ફરજ બજાવતાં હિમાંશુ શુક્લાને ડીઆઈજીના પ્રમોશન સાથે એટીએસમાં જ બદલી કરવામાં આવી છે.

અન્ય અધિકારીઓમાં અશોક યાદવ, હિમકરસિંઘ, અક્ષયરાજ મકવાણા તથા પન્ના મોમાયા સહિત 19 આઈપીએસ અધિકારીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 32 ડીવાયએસપીની બદલીના પણ હુકમો કરવામાં આવ્યા છે. બદલી થતાં પોલીસ બેડામાં ચર્ચા થવા લાગી હતી.

બદલી કરાયેલા અધિકારીઓમાં પહેલા આઇપીએસ અધિકારીઓની વાત કરીએ તો એન એન કોમર રેંજ આઇજી ભાવનગરની બદલી આઇજીપી લો એન્ડ ઓર્ડર, ખુરશીદ અહેમદ, એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર, જીએસઆરટીસીની બદલી ગાંધીનગર આઇજીપી, આર જે સવાણી, આઇજીપી, ઇન્ટેલીજન્સની બદલી પોલીસ ટ્રેનીંગ સ્કુલ, વડોદરા, વબાંગ ઝામીર,આઇજીપીની બદલી આઇજીપી, ઇન્ટેલીજન્સ, અશોકકુમાર યાદવ, એડીશનલ કમીશનર, સેક્ટર-2 અમદાવાદની બદલી ભાવનગર રેંજ આઇજીમાં સુરેન્દ્રનગર એસપી, મનીન્દરસિંગ પવારને આઇજીપીના પ્રમોશન સાથે સીઆઇડી ક્રાઇમમાં પોસ્ટીંગ કરવામાં આવ્યું છે.

તો અન્ય આઇપીએસ અધિકારીઓમાં એટીએસના એસપી હિમાશું શુક્લાની પોસ્ટ એટીએસમાંથી અપગ્રેડ કરીને આઇજીપીનું પ્રમોશન, પ્રેમવીંરસિંગ ગાંધીનગર ગવર્નર સિક્યુરીટીથી આઇજીપીના પ્રમોશન સાથે અમદાવાદ સ્પેશીયલ બ્રાંચમાં પોસ્ટીંગ કરવામાં આવ્યું છે.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button