Site icon Time News

ગુજરાતમાં ઠંડી સાથે કમોસમી વરસાદની શક્યતા, અંબાલાલ પટેલે કરી આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી અનુસાર, આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનો પારો ગગડવાની સાથે સાથે કમોસમી વરસાદની પણ શક્યતા છે. ગુજરાતમાં કડકડાતી ઠંડી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે ચિંતાજનક આગાહી કરી છે. રાજ્યમાં આકાશમાંથી વાદળો હટતાની સાથે જ પારો ગગડ્યો છે અને આગામી 2 થી 3 દિવસ હજુ પણ કડક ઠંડી યથાવત રહેશે.

વાદળો હટતાની સાથે જ હવે રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી પડવાની શરૂઆત થશે. આગામી બે થી ત્રણ દિવસ સુધી ઠંડીનું જોર યથાવત રહેશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ઠંડીનો સૌથી વધુ પ્રકોપ જોવા મળશે. ઉત્તર ગુજરાતમાં ઠંડીનો સૌથી વધુ પ્રકોપ જોવા મળશે. ગુજરાત ઉપરથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું હોવાથી ભરશિયાળામાં કેટલાક ભાગોમાં વરસાદી માહોલ છવાઈ રહ્યો છે.

કમોસમી વરસાદના પગલે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોને લઈને મોટી આગાહી કરી છે. બનાસકાંઠા (દાંતીવાડા, ડીસા, પાલનપુર)માં લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સુધી જવાની શક્યતા. પાટણ, મહેસાણા, હારીજમાં તાપમાન 8 ડિગ્રી સુધી નીચું જઈ શકે છે. કચ્છના નલિયા સહિતના વિસ્તારોમાં તાપમાન 8 ડિગ્રીથી પણ નીચે નોંધાઈ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 12 ડિગ્રી અને 11 ડિગ્રીની આસપાસ તાપમાન રહેતા ઠંડીનો તીવ્ર ચમકારો અનુભવાશે.

જાન્યુઆરીના અંતમાં ઠંડી થોડી ઘટ્યા બાદ, ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ફરી ઠંડીમાં વધારો થશે. આ ઉપરાંત, ફેબ્રુઆરી માસમાં પણ કમોસમી વરસાદની શક્યતા નકારી શકાતી નથી. બીજી બાજુ ઉત્તર ભારતથી લઈને પહાડી વિસ્તારો અને દક્ષિણના રાજ્યો સુધી હવામાને અચાનક કરવટ બદલી છે. લાંબા સમયના શુષ્ક વાતાવરણ બાદ વરસાદ અને હિમવર્ષાને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે, ત્યારે હવે ગાઢ ધુમ્મસ, શીતલહેર અને તેજ પવનની ચેતવણીએ લોકોની ચિંતામાં વધારો કર્યો છે.

Exit mobile version