ગુજરાત
ગાંધીનગર પોલીસ સ્ટાફ તેમજ ટોલનાકા ના સ્ટાફ દ્વારા રોડ સેફ્ટીવિક સપ્તાહ ઉજવણી
ગુજરાત માં હાલ રોડ સેફટી વીક નું આયોજન થઈ રહ્યું છે જે અંતર્ગત પોલીસ તથા રોડ સેફટી માટે કામ કરી રહેલા સંગઠનો આ સપ્તાહ ની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે ટ્રાફિક અવેરનેસ ની ઝુંબેશ હાથ ધરાઈ છે. અમદાવાદ મહેસાણા હાઇવે રોડ પર અડાલજ ટોલ પ્લાઝા પર ગાંધીનગર પોલીસ ના ટ્રાફિક પોલીસ સ્ટાફ તેમજ ટોલનાકા ના સ્ટાફ દ્વારા રોડ સેફ્ટીવિક નિમિત્તે રોડનો ઉપયોગ કરનારા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને સેફ્ટી અવેરનેસની માહિતી આપવામાં આવી હતી અને ગુલાબ, ચોકલેટ અને ટ્રાફિક નિયમોની પત્રિકા વહેંચવાની કામગીરી કરી હતી .અને આ કાર્યક્રમ થી વાહન ચાલકો માં ખુશી નો માહોલ સર્જાયો હતો અને રોડ સેફટી અંતર્ગત અમને પણ પોતે હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરવાનું જણાવ્યું હતું