હરિયાણાના પૂર્વ સીએમ ભૂપેન્દ્રસિંહ હુડ્ડાના ઘરે CBIની રેડ
હુડ્ડાની શુક્રવારે જીંદના સેક્ટર-9માં રેલી થવાની હતી. સવારે 5 વાગે સીબીઆઈએ દરોડા પાડ્યા. ભૂપેન્દ્ર હૂડ્ડા જીંદ રેલીના કારણે રોહતક ઘરે જ રહ્યા હતા. પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના
ઘરની અમુક કબાટના લોક ખોલવા માટે બે એક્સપર્ટને બોલાવવામાં આવ્યા હતા. તેઓ અંદાજે એક કલાક ઘરની અંદર રહ્યા હતા. બહાર આવીને રમેશ અને દારા સિંહે જણાવ્યું કે, તેમણે
અંદાજે 6થી 7 કબાટના તાળા ખોલ્યા છે.
નોંધનીય છે કે, આ પહેલાં પણ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા પર ઘણાં મામલે આરોપ લગાવવામાં આવ્યા છે. હરિયાણાના પંચકૂલામાં પ્લોટ ફાળવણીના કેસમાં થોડા દિવસ પહેલાં જ ચાર્જશીટ દાખલ
કરવાની મંજૂરી મળી છે. નોંધનીય છે કે, તેમના પર ચાર્જશીટ દાખલ કરવા માટે રાજ્યપાલની મંજૂરી મળવી જરૂરી હતી.
હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના રોહતકવાળા ઘરે શુક્રવારે સવાર સીબીઆઈએ દરોડા પાડ્યા છે. જે સમયે દરોડા પાડવામાં આવ્યા તે સમયે ભુપેન્દ્ર સિંહ હુડ્ડા
ઘરમાં હાજર જ હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દરોડા દરમિયાન ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના ઘરે મોટી સંખ્યામાં અધિકારીઓ હાજર હતાં. સીબીઆઈએ જમીન ફાળવણી કૌભાંડમાં દિલ્હી-એનસીઆમાં
30થી વધુ જગ્યાએ દરોડા પાડ્યા છે.