CBIએ વીડિયોકોનની ઓફિસમાં પાડ્યા દરોડા, FIR નોંધી
સીબીઆઈએ વીડિયોકોનની કંપનીની મુંબઈ અને ઔરંગાબાદમાં આવેલી ઓફિસર પર દરોડા પાડ્યા છે. સીબીઆઈએ વીડિયોકોન ગ્રૂપના ન્યૂપાવર રિન્યૂએબલ્સ સાથે સાથે લેણ-દેણ સાથે જોડાયેલા કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. ન્યૂપાવર ICICI બેન્કના પૂર્વ સીઈઓ ચંદા કોચરના પતિ દિપક કોચરની કંપની છે.
વીડિયોકોન ગ્રૂપની પાંચ કંપનીઓને ICICI બેન્કે એપ્રિલ 2012માં 3,250 કરોડ રૂપિયાની લોન આપી છે. ગ્રૂપે આ લોનમાંથી 86 ટકા એટલે કે રૂપિયા 2810ની ચૂકવણી કરી નથી. ત્યારપછી 2017માં લોનને એનપીએ જાહેર કરી દેવામાં આવી હતી. લોન મંજૂર કરનાર રંસોર્ટિયમની કમિટીમાં ચંદા કોચર પણ સામેલ હતા. ચંદા કોચર પક્ષપાત પૂર્વક વલણ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. એ આરોપ પણ લગાવવામાં આવ્યો છે કે, વીડિયોકોનના ફાઉન્ડર વેણુગોપાલ ધૂતે ન્યૂપાવર રિન્યૂએબલ્સમાં રોકાણ કર્યું છે.
ચંદા કોચરે ગયા વર્ષે ઓક્ટોબરમાં જ ICICI બેન્કના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓના પદથી રાજીનામું આપી દીધું છે. વીડિયોકોનને લોન આપવાના કેસમાં તેમના વિરુદ્ધ ICICI બેન્ક અલગથી સ્વતંત્ર તપાસ પણ કરી રહી છે.