CBI લાંચ કૌભાંડ- વચેટિયા મનોજ પ્રસાદ માટે સીબીઆઇ કોર્ટથી માંગી પૉલીગ્રાફી ટેસ્ટની માંગી મંજૂરી
સીબીઆઈ લાંચ કેસની તપાસ કરી રહેલા અધિકારીઓએ વચેટિયાઓ પર લગામ કસવાની તૈયારી કરી લીધી છે. ગઈ કાલે સીબીઆઈએ દિલ્હી કોર્ટમાં એપ્લિકેશન કરીને આરોપી મનોજપ્રસાદ અને ફરિયાદી સતીશ એ બાબુનો પોલિગ્રાફી ટેસ્ટ કરાવવાની માગણી કરી છે.
આ અંગે આજે સુનાવણી થશે. સીબીઆઈ ઈચ્છે છે કે આરોપી મનોજપ્રસાદ ઉપરાંત ફરિયાદ કરનાર સતીશ બાબુ પાસેથી પણ આ અંગે પૂરી જાણકારી મળે અને જરૂરી પૂછપરછ કરી શકાય. દુબઈમાં રહેનારા ઈન્વેસ્ટમેન્ટ બેન્કર મનોજપ્રસાદ પર કથિત રીતે સીબીઆઈ લાંચ કૌભાડમાં વચેટિયાઓની ભૂમિકા ભજવવાનો આક્ષેપ થયો હતો. મનોજ પર એજન્સીના તત્કાલિન સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાના નામ લાંચ લેવાનો આક્ષેપ છે અને ૧૮ ડિસેમ્બરે પતિયાલા કોર્ટમાં તેને જામીન પણ અપાયા હતા. હૈદરાબાદના સતીશ બાબુ જે મીટ એક્સપોટર મોઈન કુરેશી સાથે જોડાયેલા કરપ્શનના એક કેસમાં સીબીઆઈની રડાર પર હતા તેની મનોજ સાથે દુબઈમાં મુલાકાત પણ થઈ હતી.
આક્ષેપ છે કે મનોજ સતીશ બાબુને કહ્યું હતું કે સીબીઆઈ સાથે તેને ઘણા સારા સંબંધો છે અને તે મીટ એક્સપોર્ટ સાથે જોડાયેલા કેસમાં ભાઈ સોમેશ પ્રસાદને કહીને મદદ કરી શકે છે ત્યાર બાદ સીબીઆઈને ૧૫ ઓક્ટોબરે સતીશ બાબુની ફરિયાદ મળી અને અસ્થાના વિરુદ્ધ ૨૧ ઓક્ટોબરે કેસ દાખલ થયો હતો. આ કેસ મીટ વ્યવસાયી મોઈન કુરેશી વિરુદ્ધ વાત દબાવવાના આશયથી નોંધાયો હતો. આ માટે સતીશ બાબુએ પાંચ કરોડની લાંચ માગી હતી.