સક્ષમ – સંરક્ષણ ક્ષમતા મહોત્સવ-2019નું ઉદ્ઘાટન, પર્યાવરણ રક્ષણને લઇને કરી ચર્ચા
ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના નિર્દેશો મુજબ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ., હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. અને ગેઈલ (ઈન્ડિયા) લિ. જનતામાં ઓઈલ અને ગેસની જાળવણીને પ્રોત્સાહન આપવા માટે પીસીઆરએ (પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસીએશન)ના સહયોગમાં 16.01.2019થી 15.02.2019 સુધી રાષ્ટ્રવ્યાપી ‘સંરક્ષણ ક્ષમતા મહોત્સવ (સક્ષમ) 2019’ની ઊજવણી હાથ ધરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય માટે માનનીય સાંસદ (લોકસભામાં) ડો. કિરિટ પી. સોલંકીએ ગુજરાતના ઓઈલ ઉદ્યોગના રાજ્ય સ્તરના સંકલનકાર અને આઈઓસીએલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (ગુજરાત) શ્રી એસ. એસ. લાંબા, ઓઈલ ઉદ્યોગના અધિકારીઓ, ડીલર્સ, વિતરકો અને શાળાઓના અંદાજે 350 વિદ્યાર્થીઓની હાજરીમાં ‘અમદાવાદના અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન જેબી ઓડિટોરિયમ’માં 16મી જાન્યુઆરી 2019ના રોજ સક્ષમ – સંરક્ષણ ક્ષમતા મહોત્સવ-2019નું ઉદ્ઘાટન કર્યું હતું.
https://www.youtube.com/watch?v=A_eXKmYip8o&feature=youtu.be
ગુજરાતના એસએલસી શ્રી એસ. એસ. લાંબાએ તેમના આવકાર સંબોધનમાં પેટ્રોલિયમ ઉત્પાદનોના ન્યાયિક વપરાશ પર અને ભાવી પેઢી માટે તેની જાળવણીની જરૂરીયાત અને પર્યાવરણના રક્ષણ માટે તેના મહત્વ પર ભાર મૂક્યો હતો. લોકસભાના માનનીય સભ્ય અને આજના સમારંભના મુખ્ય મહેમાન ડૉ. કિરિટ પી. સોલંકીએ તેમના ઉદ્ઘાટન સંબોધનમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની જાળવણી પર ભાર મૂક્યો હતો અને ગુજરાત રાજ્યમાં વિવિધ પ્રવૃત્તિઓના આયોજનન બદલ ઓઈલ ઉદ્યોગની પ્રશંસા કરી હતી. તેમણે ખાતરી આપી હતી કે તેમની સરકાર પેટ્રોલિયમ ઉત્પાદનોના ઈષ્ટતમ ઉપયોગ માટે કટીબદ્ધ છે અને તેમણે સૌર અને પવન ઊર્જા જેવા વૈકલ્પિક ઊર્જા વિકસાવવા માટે હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલો અંગે પણ વાત કરી હતી.
માનનીય સંસદ સભ્યે સક્ષમ-19ની વર્તમાન થીમ પર ભાર મૂક્યો હતો અને લોકોને ભાવી પેઢીના લાભાર્થે આ પહેલોમાં સક્રિય ભાગીદારીમાં જોડાવાની વિનંતી કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન મુખ્ય મહેમાન ડૉ. કિરિટ પી. સલોંકી દ્વારા વર્ષ 2018માં પીસીઆરએ દ્વારા આયોજિત રાષ્ટ્રીય ચિત્ર અને નિબંધ લેખન સ્પર્ધામાં ગુજરાત રાજ્યમાં વિજેતા જાહેર થયેલા શાળાઓના વિદ્યાર્થીઓને ઈનામનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઓઈલ એન્ડ ગેસની જાળવણીની પહેલ સક્ષમ-2019 અંગે લોકોને જાગૃતિ લાવવા માટે મુખ્ય મહેમાન દ્વારા ઓઈલ અને ગેસ જાળવણીના સંદેશ દર્શાવતી શાળાના બાળકોની રેલીને લીલી ઝંડી આપી હતી.