
78મા કાન ફિલ્મ ફેસ્ટિવલનો મોસ્ટ અવેટેડ લુક સામે આવી ગયો છે. એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચનની રેડ કાર્પેટ પર એન્ટ્રી થઈ ચૂકી છે. આ દરમિયાન તેણે ત્યાં હાજર લોકોને નમસ્તે કહી ભારતીય પરંપરાની ઝલક દેખાડી. ઐશ્વર્યા રાય-બચ્ચને વર્ષ 2002માં પહેલીવાર કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી.
કાનમાં એક્ટ્રેસે સફેદ બનારસી સાડી પહેરી હતી. તેણે સાડીને ફુલ સ્લીવ બ્લાઉઝ સાથે પેયર કરી હતી. સાડી પર ગોલ્ડન ભરતકામ વર્ક હતું. તેણે આ લુકને હેવી પિંક જ્વેલરીથી પૂર્ણ કર્યો. ઐશ્વર્યાએ હેવી પંચલડા હાર સાથે નેક્લેસ અને મોટી વીંટી સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો. તેણે મિડિલ પાર્ટેડ હેરસ્ટાઇલ પહેરી અને સિંદૂર ફ્લોન્ટ કર્યું હતું. આ કારણે જ તેના લુકની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે.
ઐશ્વર્યાના લુક વિશે વાત કરીએ તો એક્ટ્રેસનો લુક ફેમસ ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરાયો હતો. એક્ટ્રેસે જે સાડી પહેરી હતી એ હાથ વણાટથી તૈયાર થયેલી બનારસી હેન્ડલૂમ સાડી હતી.
‘એશ’ના લુક ફ્લોન્ટ થઈ રહેલા સિંદૂરને લોકો બે વાત સાથે જોડી રહ્યા છે, કેટલાક એને ભારત દ્વારા કરવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ મિશનનું ટ્રિબ્યુટ માની રહ્યા છે અને તો કેટલાક છૂટાછેડાની અફવાઓનો જવાબ કહી રહ્યા છે.
જ્યારે કેટલાક લોકો લાંબા સમયથી ચાલી રહેલી છૂટાછેડાની અફવાઓનો જવાબ માને છે. થોડા સમય પહેલાં ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન તેમના છૂટાછેડાની ખબરોને લઈને સમાચારમાં હતા. તેમના છૂટાછેડાની અફવાઓ વચ્ચે બંનેએ જુલાઈમાં અનંત-રાધિકાનાં લગ્નમાં અલગ-અલગ એન્ટ્રી કરી અને સમગ્ર લગ્ન દરમિયાન તેઓ સાથે જોવા મળ્યાં નહોતાં. આ પછી ઐશ્વર્યા રાય તેની પુત્રી સાથે વેકેશન પર પણ ગઈ હતી, ત્યારે પણ અભિષેક તેની સાથે હાજર નહોતો, જોકે તાજેતરમાં જ ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન કેટલીક ઇવેન્ટ્સમાં સાથે જોવા મળ્યા હતા. એ બાદ તેમના છૂટાછેડાના સમાચાર ખોટા સાબિત થયા. હવે કાન ફેસ્ટિવલમાં સિંદૂર સાથેનો લુક જોઈને ફેન્સને વધુ એક સાબિતી મળી ગઈ એ હેડલાઈન માત્ર અફવાઓ જ હતી.
આ પણ વાંચો, Ahmedabad: CM Bhupendra Patel 50 કરોડ મોટરસાઇકલના ઉત્પાદનની માઈલસ્ટોન ઉજવણીમાં સહભાગી થયા
