અમદાવાદ
આંતકી હુમલામાં શહીદ થયેલ જવાનોને શ્રધ્ધાંજલિ આપવા ઠેર ઠેર “કેન્ડલ માર્ચ'” યોજાઈ
દેશના ઝંબાઝ સૈનિકો પર કાયર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. દેશની સુરક્ષા કરતા જવાનો 42 જવાનો શહીદ થયા છે. અને 40 ઉપરાંત જવાનો ઘાયલ થયા છે. જમ્મુ-કાશ્મીરના પુલવામાં થયેલ આંતકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોની શ્રધ્ધાંજલિ આપવા અલગ અલગ વિસ્તારોમાં કેન્ડલ માર્ચ યોજાઇ હતી. જેમાં ધરણીધર, નહેરુનગર, શ્યામલ, સેટેલાઇટ રાણીપ, ન્યુરાણિપ, અખબારનગર, લાલદરવાજા, નિકોલ, સોલા, અને સાબરમતી સહીત શહેર ભરમાં વિવિધ વિસ્તારો માં મોટા પ્રમાણ સ્થાનિક લોકોએ એકઠા થઈ રેલી કાઢી ‘કેન્ડલ માર્ચ”યોજી શ્રધ્ધાંજલિ આપી હતી.પાકિસ્તાન મુર્દાબાદ ના નારા સાથે લોકો માં આતંકવાદ ના વિરોધ માં ભારેભાર રોષ જોવા મળી રહ્યો છે.
https://www.youtube.com/watch?v=qi_QHmDFRiI&feature=youtu.be