કેન્દ્ર અને TRAIના ભાવ વધારા સામે કેબલ ઓપરેટરોએ આપી ચીમકી
કેન્દ્ર અને TRAIના ભાવ વધારા સામે કેબલ ઓપરેટરોનો ઘરે બેસવાનો વારો આવ્યો છે. ત્યારે આજે અમદાવાદના સ્ટેડિયમ પાંચ રસ્તા પાસે કેબલ ઓપરેટરોએ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું.
આજે સ્ટેડિયમ પાંચ રસ્તા ખાતે ગુજરાતભરના કેબલ ઓપરેટરો ભેગા થઇ TRAIની નીતિ અને કેન્દ્ર સરકારનું મૌન વલણ જોતા કેબલ ઓપરેટરોમાં આાક્રોશ ફાટી નીકળ્યો છે. ગુજરાતના તમામ સાંસદ સભ્યો અને રાજ્યસભાના મેમ્બરો ચાહે ભાજપના હોય કે કોંગ્રેસ આ તામામ લોક પ્રતિનિધિઓને જાણ કરવા છતા પ્રજાના હિતમાં એક પણ સાંસદ સભ્ય કે રાજ્ય સભાના સાંસદ બોલવા તૈયાર નથી.
[youtube height=”250″ width=”500″ align=”none”]https://www.youtube.com/watch?v=BRHVKGjHdGo&feature=youtu.be[/youtube]
કેબલ ઓપરેટરોએ દર્શકોના હિતમાં મોંઘા મનોરંજનના વિરોધમાં ટીવી ફોડીને વિરોધ કર્યો હતો અને કેન્દ્રની નીતિ તેમજ TRAIની હિટલરશાહી વલણનો વિરોધ કર્યો છે. તે સિવાય કેબલ ઓપરેટર દ્વારા ચીમકી આપવામાં આવી છે કે આગામી દિવસમાં આ મામલે નિયમોમાં કોઇ ફેરફાર કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમજ સમગ્ર ગુજરાતના ઓપરેટરો પોતાના હક માટે રસ્તા પર આવી જશે.