
ICAI (ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા) ની વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલ (WIRC) ની અમદાવાદ બ્રાન્ચનાં ચેરમેન તરીકે સીએ નીરવ અગ્રવાલ વર્ષ 2025-26 માટે ચૂંટાઈ આવ્યા છે. તે ઉપરાંત ICAIની અમદાવાદ બ્રાન્ચનાં વર્ષ 2025-26 માટેનાં નવાં હોદેદારોમાં સેક્રેટરી તરીકે CA સમીર ચૌધરી, વાઇસ ચેરમેન તરીકે CA રીંકેશ શાહ, ટ્રેઝરર તરીકે CA સાહિલ ગાલા, વિકાસા ચેરમેન તરીકે સીએ શિખા અગ્રવાલનો સમાવેશ થાય છે. મેનેજિંગ કમિટીના સભ્યોમાં અભિનવ માલવિયા, ચેતન જગતિયા, જીતેન ત્રિવેદી અને સુનિત શાહનો સમાવેશ થાય છે. ICAIની અમદાવાદ બ્રાન્ચનાં વર્ષ 2025-26 માટેનાં નવાં હોદેદારોની જાહેરાત અંગેના કાર્યક્રમમાં ICAIના સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર CA પુરુષોત્તમ ખંડેલવાલ, તેમજ વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલ (WIRC) નાં રિજનલ કાઉન્સિલ મેમ્બર CA બિશન શાહ અને CA (ડૉ.) ફેનિલ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે, ICAIની અમદાવાદ બ્રાન્ચનાં ચેરમેન CA નીરવ અગ્રવાલે જણાવ્યું હતું કે, ” ICAIની દેશમાં બીજા નંબરની સૌથી મોટી બ્રાન્ચની સેવા કરતાં અમને આનંદની લાગણી થાય છે. મને વિશ્વાસ છે કે અમારી ટીમ દૂરંદેશીતા અને ઉત્સાહ સાથે નવી ઊંચાઈઓ સર કરશે.”
આ પણ વાંચો, Ahmedabad: અમદાવાદમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ટ્રાફિક અને સ્થાનિક પોલીસ સજ્જ
