લોહીથી સહીઓ કરીને રાજ્યના અધ્યાપકોએ રોસ્ટરના વિરોધમાં પાઠવ્યું આવેદન પત્ર
સરકાર લોકસભા ચૂંટણીની તૈયારી કરી છે. તો બીજી બાજુ સરકાર કેન્દ્રીય કર્મચારી હોય કે રાજ્ય કર્મચારી હોય પોત પોતાના પડતર માંગણી અને મુદ્દા લાઇ પોતાના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવા પ્રયત્ન કરતા હોય છે. જે અંતર્ગત હમણાંથી ગુજરાતમાં તો રોજ પોતાના પડતર પ્રશ્નો મુદ્દે કર્મચારી સરકાર અને તંત્રને આવેદન આપતા હોય છે. આ મામલે રાજ્યના અધ્યાપકો રોસ્ટરના વિરોધમાં પોતાના લોહીથી સહીઓ કરીને ગાંધીનગર જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું.
જેમાં ક્લોલની કોલેજ અને ગાંધીનગર કોલેજના અધ્યાપકોએ SC/ST/OBC મહાસંઘના આદેશ મુજબ પોતાના લોહીથી સહીઓ કરીને કલેક્ટરને આવેદન આપ્યું હતું. કેન્દ્ર સરકાર અને યુજીસી દ્વારા અધ્યાપકોની ભરતી હવેથી કોલેજની કુલ જગ્યાઓ મુજબ નહિ ભરાય પરંતુ કોલેજમાં વિષય વાર 13 પોઇન્ટ રોસ્ટર મુજબ અનામતની ગણતરી કરવામાં આવશે. જેથી કોલેજમાં SC/ST/OBC ના અધ્યાપકોને ખૂબ જ અન્યાય થશે.
જેના વિરોધમાં SC/ST/OBC મહાસંઘના જિલ્લા કન્વીનર ડો.એચ.કે.સોલંકીના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર કલેક્ટરને લોહીથી સહીઓ કરીને અધ્યાપકોએ આવેદન આપ્યું હતું.જેમાં સરકાર દ્વારા અધ્યાદેશ લાવીને 13 પોઇન્ટ નાબૂદ કરીને જૂનો 200 પોઇન્ટ રોસ્ટરનો અમલ કરી બંધારણીય અધિકારો આપવા જણાવાયું છે.આ પ્રસંગે આર્ટ્સ સાયન્સ કોમર્સ કોલેજ કલોલ અને ગાંધીનગરના પ્રતિનિધિઓ જોડાયા હતા.ગાંધીનગર જિલ્લાના ગાંધીનગર, માણસા,દહેગામ,કલોલ ના અધ્યાપકોએ 13 પોઇન્ટ રોસ્ટરના યુજીસીના પરિપત્રનો પોતાના લોહીથી સહીઓ કરીને સખત વિરોધ નોંધાવ્યો છે.