ધર્મભક્તિ

ભગવાન ગણેશના આ નામો બોલવાથી થશે ફાયદો જ ફાયદો

ભગવાન શ્રી ગણેશ આદિદેવ છે જેઓ ભક્તોના સંકટ ઝડપથી હરી લે છે. તેમની સાધના પણ ઝડપથી ફળ આપે છે. ભગવાનને દુર્વા અતિપ્રિય છે, તેમને પૂજામાં દુર્વાનો ઉપયોગ અચુકપણે થાય છે. રોજ જો તેમના 10 નામનો જાપ કરવામાં આવે તો પણ ગણેશજી ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. આ પૂજા તમે કોઈપણ શુભ દિવસે શરૂ કરી શકો છો. ગણેશજી પ્રતિષ્ઠિત પ્રતિમા પર આ પૂજા કરવી. પૂજા માટે 21 દુર્વા લઈ નીચે દર્શાવેલા નામ લઈ ગણેશજીને ગંધ, ચોખા, પુષ્પ, ધૂપ, દીપ, પ્રસાદ અર્પણ કરી એક એક નામ લેતા લેતાં ગણેશજીને દુર્વા ચડાવવી. આ પૂજા પ્રતિદિન શ્રદ્ધાપૂર્વક કરવી, તમે થોડા જ દિવસોમાં અનુભવશો કે ગણેશજી તમારી મનોકામના થોડા જ દિવસોમાં પૂરી કરી દેશે.

1. ॐ ગણાધિપાય નમ:
2. ॐ ઉમાપુત્રાય નમ:
3. ॐ વિધ્નનાશનાય નમ:
4. ॐ વિનાયકાય નમ:
5. ॐ ઈશપુત્રાય નમ:
6. ॐ સર્વસિદ્ધિપ્રદાય નમ:
7. ॐ એકદન્તાય નમ:
8. ॐ ઈભવક્ત્રાય નમ:
9. ॐ મૂષકવાહનાય નમ:
10. ॐ કુમારગુરવે નમ:

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button