31 ડિસેમ્બર સુધી iPhone યુઝર્સ સસ્તામાં બદલાવી શકે છે બેટરી
એપ્પલ iPhoneનો ઉપયોગ કરો છો અને તેની બેટરી ખરાબ થઇ ગઇ છે તો તમારી પાસે તેને બદલાવવાની સારી તક છે. એપ્પલ બેટરી રિપ્લેસમેન્ટ પ્રોગ્રામ ચાલી રહ્યો છે. જેને લાસ્ટ 31 ડિસેમ્બર એટલે એટલે હવે તમારી પાસે બેટરી રિપ્લેસ કરવાના ગણતરીના દિવસ બાકી છે.
સામાન્ય રીતે એપ્પલ આઇફોનની બેટરી રિપ્લેસ કરવા માટે 6500 રૂપિયા ખર્ચ કરવા પડે છે. પરંતુ આ રિપ્લેસમેન્ટ પ્રોગ્રામ હેઠળ 1800 થી 2000 રૂપિયાની વચ્ચે તમે આઇફોનની જુની બેટરીને બદલાવી શકો છો. માનવામાં આવી રહ્યું છે કે એપ્પલ આગામી વર્ષથી તમારા આઇફોન્સની બેટરીની કિંમતોમાં વધારો કરી દેશે. જે કારણથી હવે સસ્તામાં બેટરીને રિપ્લેસ કરવાની સારી તક છે. આ સ્કીમમાં આઇફોન એસઇ, આઇફોન 6એસ, આઇફોન 6 પ્લસ, આઇફોન 6એસ પ્લસ, આઇફોન 7, આઇફોન 7પ્લસ, આઇફોન 8 પ્લસ સિવાય આઇફોન X પણ સામેલ છે.
આઇફોનમાં રહેલી બેટરી હેલ્થ ઓપ્શનની મદદથી યૂજર્સ તેના આઇફોનની બેટરી કન્ડિશન અંગે માલૂમ કરી શકે છે. દરેક આઇફોન્સ જે લેટેસ્ટ 11.3 આઇઓએસ કે તેનાથી ઉપરની લેટેસ્ટ અપડેટ પર કામ કરો છો તે બેટરી હેલ્થ ઓપ્શનને સપોર્ટ કરે છે. ચેકિંગ દરમ્યાન તમને લાગે છે કે આઇફોનની બેટરી પહેલાની તુલનામાં કમજોર થઇ ગઇ છે તો તેને રિપ્લેસ કરાવવાની એક સારી તક છે.